સુરત : અલથાણ ખાતે કાર્યરત અટલ સંવેદના કોવિડ કેર સેન્ટરના ઈન્ચાર્જ કૈલાસબેન સોલંકી અને નર્સિંગ એસોસિએશનનાં ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાની હાજરીમાં મધર્સ ડેની ઉજવણીના કરવામાં આવી હતી. આ માતૃદિવસની યાદગાર બનાવવા માતાઓની પસંદગીનું સંગીત પીરસી અને ધાર્મિંક ધૂનના તાલે દર્દીઓ જૂમી ઉઠ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેર સેનેટરમાં સારવાર લઈ રહેલી માતાઓ દ્વારા કેક કાપીને આ પ્રસંગમાં સ્મૃતિ ચિન્હ રૂપે કેમેરામાં કેદ કરી હતી. આ પ્રસંગે એક નવો સંગમ જોવા મળ્યો હતો. અટલ સંવેદના કોવિડ કેર સેન્ટરમાં ફરજ નિભાવતા દીકરી તબીબ ડો. ગ્રીષ્મા સોલંકી, માતા કૈલાસબેન સોલંકી નર્સ અને નગર સેવક અને સિવિલ હોસ્પિટલના સિનિયર નર્સ સાજિંદા બાનું ચાંદે અને સગર્ભા નર્સ નેન્સીએ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ દરેક દર્દીઓને પ્રોત્સાહિત કર્યા હતા. 


આ ઉપરાંત દર્દીઓને ફ્રુટની કીટ અર્પણ કરવામાં આવી અને તબીબો, નર્સિંગ સ્ટાફ સહિત કર્મચારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાના દર્દીઓની માનસિકતા સૌથી મહત્વનું પાસુ છે. દર્દીઓ માનસિક રીતે ન હારી જાય તે માટે ડોક્ટર્સ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવતા રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube