સુરત: સુરત (Surat) માં હત્યા (Murder) ની ઘટના હવે સામાન્ય બની ગઈ છે, ત્યારે ડબલ મર્ડરની ઘટનાના આરોપીઓની અમરોલી પોલીસે (Police) ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફરીયાદી રાજેશ ઉર્ફે રાજુ સુરેજાભાઇ પ્રધાનના મિત્રો ટકલા તથા કાલીયાને ગત 9મી માર્ચના રોજ રાત્રીના આશરે પાંચેક વાગ્યાના સમયે ત્રણ અજાણયા શખ્સોએ માર મારી જીવલેણ ઇજાઓ પહોચાડી નાસી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોરી કરવાના વહેમમાં લોકોએ માર માર્યો હતો. ત્રણ સ્થાનિકો દ્વારા સાયકલ ચોરી કરવાના મામલે માર મારવામાં આવ્યો હતો. લાકડાના ફટકા અને દિવાલમાં અથડાવીને માર મરાયો હતો. બાદમાં ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન ક્રિષ્ના ઉર્ફે ટકલો ઉર્ફે નારાયણ નિરંજન બારીક જેનું 10મી માર્ચના રોજ મોત થયું હતું. પોલીસે ડબલ મર્ડરનો ગુનો નોંધી તપાસ આદરી હતી. 

સુરત બાદ પાદરાના શિક્ષણ વિભાગમાં કોરોનાનો વિસ્ફોટ, ગત વર્ષે માર્ચમાં થઇ હતી કોરોનાની એન્ટ્રી


પોલીસે (Police) અલગ-અલગ ટીમો બનાવી બાતમીના આધારે આરોપીઓ ગંગાધર સૌમનાથ ખટાઇ, રબિન્દર ઉર્ફે રવિ વિપ્ર સ્વાંઇ અને રાજા સુભાષ પ્રધાનને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યાં હતાં. મહત્વનું છે કે ચોરી કરવાના વહેમમાં લોકોએ માર માર્યો હતો. ત્રણ સ્થાનિકો દ્વારા સાયકલ ચોરી કરવાના મામલે માર મારવામાં આવ્યો હતો. લાકડાના ફટકા અને દિવાલમાં અથડાવીને માર મરાયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube