Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે આજે સવારે એક અજીબોગરીબ ઘટના બની. જેમાં સુરત પૂર્વ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા ગઈકાલ રાતે 8 વાગ્યાથી લાપતા થયા હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ ગોપાલ ઈટાલિયા, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ ભાજપ પર કંચન જરીવાળા અને તેના પરિવાર પર ધાકધમકી આપી દબાણ કરાયું હોવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ હાલ તેનું ઉલ્ટું જોવા મળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપના ઉમેદવાર કંચન જરીવાલા પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા ખેંચ્યું છે. ગુજરાતની રાજનીતિમાં આપના ઉમેદવાર કંચન જરીવાલા પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચે તેવી ચર્ચા ચાલી રહી હતી. અન્ય રાજકીય પાર્ટીના દબાણમાં આવીને કંચન જરીવાલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચશે તેવી પણ ચર્ચા ચાલી રહી હતી, પરંતુ ઉમેદવારે જાતે આવીને મતદાન પહેલા જ ફોર્મ પરત ખેંચ્યું છે, જેના કારણે સુરતમાં રાજકારણ ગરમાયું છે.


તમને જણાવી દઈએ કે સુરત પૂર્વ બેઠક ઉપર ખરાખરીનો જંગ જામે તેવી પુરેપુરી શક્યતા જોવામાં આવી રહી છે. આ બેઠક પર કોંગ્રેસ તરફથી અસલમ સાયકલવાલા, ભાજપ તરફથી સિટીંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાએ ફોર્મ ભર્યું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube