Surat East Gujarat Chutani Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ભાજપના દિગ્ગજ નેતા કાશીરામ રાણાની હોમપીચ એવી સુરત પૂર્વ બેઠક શહેરની અન્ય 6 બેઠકોની જેમ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેલી છે. અને તેના ઉમેદવારો જીતનો બુલંદ પરચમ લહેરાવે છે. આપના ઉમેદવાર કંચન જરીવાલાએ પહેલા પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હોવાથી હવે અહી કોંગ્રેસ ભાજપ વચ્ચે જંગ જામશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીલ્લો -સુરત
બેઠક-પૂર્વ
પક્ષ-કોંગ્રેસ
ઉમેદવાર-અસલમ સાઈકલવાલા
રાઉન્ડ -12
મતથી આગળ-777


2022ની ચૂંટણી
2022ની ચૂંટણીમાં ભાજપના અરવિંદ રાણાને રીપીટ કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ તરફથી અસલ સાયકલવાલા ઉમેદવાર છે. આપ ઉમેદવાર કંચન જરીવાલાએ પહેલાં પોતાની ઉમેદવારી પરત ખેંચી. જે બાદ આપના ડમી અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું જેથી આપનો કોઇ ઉમેદવાર મેદાને નથી. 


2017ની ચૂંટણી
2017 ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ રાણા જીત્યા હતા. તેમણે કોંગ્રેસના નિતિન ભરૂચાને 13 હજાર મતોની સરસાઇથી હાર આપી હતી. 


2012ની ચૂંટણી
2012 વિધાનસભા ચૂંટણી ભાજપ જીતી હતી. ભાજપના રણજીતભાઇ ગીલેટવાલાએ કોંગ્રેસના ઉમેદવાર કાદીર પીરઝાદાને 15789 વોટથી હરાવ્યા હતા.