ઝી બ્યુરો/સુરત: સૌરાષ્ટ્ર અને અમદાવાદથી સુરત ખાનગી બસમાં જતાં મુસાફરો માટે રાહતના સમાચાર છે. સુરતમાં રાત્રે 10 વાગ્યા પછી ખાનગી લક્ઝરી બસોને પ્રવેશની મંજૂરી મળી ગઈ છે. ટ્રાફિક વિભાગ અને ખાનગી બસ મંડળની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. શહેરમાં ખાનગી બસોની નો એન્ટ્રીથી મુસાફરો પરેશાન હતા. ત્યારબાદ ભારે વિવાદ બાદ લક્ઝરી બસોને શહેરમાં પ્રવેશની મંજૂરી મળી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ બાળ દર્દીઓથી ઉભરાઈ; બેડ ખૂટી પડ્યા, એક ખાટલે બબ્બે...'


આ વિશે મળતી માહિતી પ્રમાણે, આવતીકાલથી તમામ ખાનગી લકઝરી શહેરમાં પ્રવેશ કરશે. ટ્રાફિક જેસીપી ડી. એચ. પરમાર સાથે બસ સંચાલકોએ કરી મીટીંગ કરી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર જાહેરનામા પ્રમાણે શહેરમાં બસો આવશે. લક્ઝરી એસોસિયેશન પોતાની માંગો પોલીસને લેખિતમાં આપશે.


નણંદ ભાભીને થયો પ્રેમ: અડધી ઉંમરની નણંદને લઈને ભાગી ભાભી, વાળ કપાવી છોકરો બની ગઈ


સુરતમાં વરાછાના ધારાસભ્યકુમાર કાનાણીએ પત્ર લખી પોલીસને રજૂઆત કરી હતી કે, સુરતમાં લક્ઝરી બસ સહિતના ભારે વાહનો પ્રવેશતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. ત્યારબાદ લક્ઝરી બસના 150થી વધુ માલિકોએ બેઠક કરી નિર્ણય કર્યો હતો કે, 21 ફેબ્રુઆરીથી તમામ બસ સુરત શહેરની બહારથી જ ઉપડશે.