સુરત: સતત અવાર નવાર સોશિલ મીડિયા (Social Media) માં વિડીયો વાયરલ (Video Viral) થઈ રહ્યા છે, જેના લીધે ઘણી વિવાદ સર્જાય છે. થોડા સમય પહેલાં સુરત (Surat) માં બાઈક પર સ્ટન્ટ કરતા વીડિયો બાદ થયો હતો જેનો ખૂબ વિવાદ થયો હતો હજુ સુધી એ ઘટના ભૂલ્યા પણ નથી ત્યાં તો હવે એક કિન્નર દ્વારા સરકારી ગાડીનો ઉપયોગ કરી વિડીયો બનાવવામાં આવ્યો છે. જેને વાઇરલ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના જીલાની બ્રિજ પર એક કિન્નર દ્રારા વિડીયો બનાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં સરકારી ગાડીનો ઉપયોગ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. મનપાની રાત્રી દરમિયાન રસ્તા સાફ સફાઈ કરતી ગાડીને રોકી પોતાના એક સાગરિત સાથે બનાવવામાં આવ્યો છે. હાલ સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો હોવાથી વિવાદ ઉભો થયો છે. 

Viral Video: કાજલ મહેરીયા વિવાદમાં સપડાઇ, વરઘોડામાં કોરોનાની ગાઇડ લાઇનના ધજાગરા


આ કિન્નર દ્વારા વિડીયો બનાવવા માટે મનપાની રસ્તો સાફ કરવાની ગાડીને રોકીને વિડીયો બનાવવામાં આવ્યો છે. જોકે આ ગાડીમાં અન્ય કોઈ ને બેસાડવામાં આવતા નથી, ત્યારે આ કિન્નર અને તેના સાગરિત પાસે કેવી રીતે ગાડી આવી તેને લઈને સવાલ ઉભા થઇ રહ્યા છે. અને ધીમે ધીમે વિવાદ શરૂ થતા મનપા દ્વારા આ મામલે તપાસ શરૂ હાથ ધરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube