ચેતન પટેલ, સુરત: શહેરના અઠવા વિસ્તારની પોલીસે દારૂના એક કેસમાં યુવકની ધરપકડ કરી હતી. રિમાન્ડ દરમિયાન પોલીસે યુવક પર અસહ્ય ત્રાસ ગુજાર્યો અને ઢોર માર્યો, જેના કારણે યુવકની હાલત બગડી અને કિડની ફેલ થઈ ગઈ હોવાનો યુવકના પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મજુબ અઠવા પોલીસે દારૂના કેસમાં યુવકની ધરપકડ કરી હતી. રિમાન્ડ દરમિયાન બે એલ આર અને પીએસઆઈએ યુવકને ખુબ માર માર્યો એમ પરિવારે આક્ષેપ કર્યો છે. યુવક મિશન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવકની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે.


આ બનાવ બાદ યુવકના પરિજનો ખુબ આક્રોશમાં છે. આ બનાવમાં યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરે છે.