ડાયમંડ બુર્સના શ્રીગણેશ : મુંબઈના વેપારી સુરત શિફ્ટ થયા, આજથી વેપારનો કર્યો પ્રારંભ
Diamond Burse : આજથી સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે 135 ઓફિસોમાં વિધિવત રીતે વેપારના કરાયા શ્રીગણેશ... 135 હીરા વેપારી પૈકી 26 વેપારીઓ મુંબઈથી કાયમી ઓફિસ બંધ કરી સુરત શિફટ થયા.. 17મી ડિસેમ્બરે PM ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે
Surat News ચેતન પટેલ/સુરત: આજથી સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે 135 ઓફિસોમાં વિધિવત રીતે વેપારના શ્રીગણેશ થશયા છે. 135 હીરા વેપારી પૈકી 26 વેપારીઓ મુંબઈથી કાયમી ઓફિસ બંધ કરી સુરત શિફ્ટ થયા છે. ૨૦મી નવેમ્બરના રોજ એસબીઆઈ દ્વારા ડાયમંડ બુર્સની અંદર બેન્કનું ઉદ્દઘાટન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ 17મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. દશેરાના દિવસે 983 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થયું હતું. ત્યાર બાદ છેલ્લાં 20 દિવસથી રોજ 20થી 25 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે.
ડાયમંડ નગરી સુરતમાં વિશ્વનું સૌથી મોટુ ડાયમંડ બુર્સ નિર્માણ પામ્યા બાદ ધીમે ધીમે કાર્યરત થઈ રહ્યું છે. આજથી અનેક ઓફિસમાં વેપાર ધંધાના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. મુંબઈના અનેક વેપારીઓ સુરત શિફ્ટ થઈ તેમના વેપાર ધંધા હવે ડાયમંડ બુર્સમાંથી શરૂ કર્યા છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 ડિસેમ્બરે ડાયમંડ બુર્સને વિધિવત ખુલ્લું મૂકશે.
ભારત ટોસ હારતા જ મેચ પણ હારશે... કહેતા જ સાસરિયાઓ વહુ સાથે ઝઘડી પડ્યા
કિરણ જેમ્સના ડાયરેક્ટર દિનેશ લાકાણીએ જણાવ્યું કે, ડાયમંડ સિટી સુરતને વધુ એક નવી ઓળખ આપનાર સુરત ડાયમંડ બુર્સ હવે ધીમે ધીમે કાર્યરત થઈ રહ્યું છે. સુરતમાં ડાયમંડ બુર્સની આજથી શરૂઆત થઈ છે. ડાયમંડ બુર્સમાં એકીસાથે 135 જેટલી ઓફિસમાં આજથી કામકાજ શરૂ થશે. 135 માંથી 25 વેપારીઓ મુંબઈ માંથી પોતાની ઓફિસ કાયમી બંધ કરી ડાયમંડ બુર્સમાં શિફ્ટ કરી કામકાજ શરૂ કર્યું છે. દશેરાના દિવસે 983 જેટલી ઓફિસમાં કુંભઘડાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જે બાદ છેલ્લા 20 દિવસથી રોજ 25 જેટલી ઓફિસમાં કુંભઘડાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે તો અનેક ઓફિસમાં ફર્નિચર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. વેપારીઓ આશા સેવી રહ્યા છે કે આગામી છ મહિનામાં ડાયમંડ બુર્સના તમામ ઓફિસો કાર્યરત થઇ જશે. આજે ડાયમંડ બુર્સના ડાયમન્ડની સૌથી મોટી કિરણ જેમ્સની ઓફિસને વિધિવત શરૂ કરવામાં આવી હતી.
બેશકિંમતી ઘોલ માછલી ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ જાહેર, જાળમાં આવે તો માછીમાર બને છે લખપતિ