Food Lovers છો તો આ વાંચો : સ્વચ્છતામાં નંબર વન, પણ ખાણીપીણીમાં ફેલ ગયું સુરત
Swachh Survekshan 2023 : ડાયમંડ સિટી સુરતે મેળવી વધુ એક સિદ્ધી... સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં સુરત પ્રથમ ક્રમે... સતત 5 વર્ષથી નંબર વન આવતા ઈન્દોરની સાથે સુરત મેળવ્યો પહેલો ક્રમાંક... પરંતુ પાલિકાએ ખોલી સુરતની ખાણીપીણીની પોલ
Surat Clean City ચેતન પટેલ/સુરત : સ્વચ્છતા સર્વેક્ષણ-2023 એવોર્ડમાં સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. સુરતીલાલાઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દેશભરના અન્ય શહેરોને પછાડીને સુરતે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જ્યારે મધ્ય પ્રદેશના ઈન્દોરને સતત 7મી વખત આ પ્રથમ ક્રમાંક માટેનો એવોર્ડ મળ્યો છે. સુરતે ભલે સ્વચ્છતામાં અવ્વલ નંબર મેળવ્યો હોય, પરંતુ ખાણીપીણીમાં તો સુરત પાછળ થઈ ગયુ છે. સુરતમાં અનેકવાર નકલી વસ્તુઓ અને ખાણીપીણીના નમૂના ફેલ ગયાના કિસ્સા બીન રહ્યાં છે. ત્યારે સુરત મહાબનગરપાલિકા દ્વારા શહેરના કુલ 17 સ્થળો પરથી લેવામાં આવેલ નિરાના 21 સેમ્પલો પૈકીના 16 સેમ્પલો પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીની તપાસ દરમ્યાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ -2006 અન્વયે ધારા-ધોરણ મુજબના મળી આવ્યા નથી. જે તમામ સંસ્થાઓમાં સામે એડજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની તજવીજ પાલિકાએ હાથ ધરી છે. આ સંસ્થાઓ પાસેથી કુલ 17,700 ના દંડની વસુલાત કરવામાં આવી છે. નિરામાં બ્રિક્સ, સુગર અને પીએચ 1 વેલ્યુએશનનું પ્રમાણ ઓછું મળી આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.
સુરતની ખાણીપીણીમાં ભેળસેળ
હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. શિયાળામાં નીરાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. વહેલી સવારે કડકડતી ઠંડીમાં નિરાની મજા માણી રહ્યા છે. પરંતુ જે નીરો લોકો આરોગી રહ્યા છે, તે નીરામાં કેટલી ભેળસેળ હોય છે તેનો ખ્યાલ પણ તેઓને હોતો નથી. આ જ કારણ છે કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરની 16 જેટલી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
શિયાળામાં પીવાતા આરોગ્યવર્ધક પીણા નીરામાં ભેળસેળ
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા 2 જાન્યુઆરીના રોજ શહેરના 17 જેટલા સ્થળો પર નિરાનું વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી નિરાના 21 સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલો પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જે પૈકી 16 જેટલા સેમ્પલો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ-2006 અન્વયે ધારા ધોરણ પ્રમાણે મળી આવ્યા નથી. જે સેમ્પલ ફેલ જણાઈ આવતા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આ સંસ્થાઓ સામે એજ્યુકેટીંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ વિશે પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ડીકે પટેલે જણાવ્યું કે, આ સંસ્થાઓ પાસેથી 17,700 નો દંડ વસૂલવામાં આવ્યો છે. જેને લઈ ભેળસેળ યુક્ત નીરાનું વેચાણ કરતી સંસ્થાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. લેબોરેટરીની તપાસમાં નીરાના સેમ્પલોમાં બ્રિક્સ, સુગર અને પીએચ-1 નું પ્રમાણ ઓછું મળી આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.
જોય રાઈડના હેલિકોપ્ટરના પાંખિયામાં ફસાઈ ગઈ પતંગની દોરી, હવે આટલા દિવસો નહિ ઉડે