સુરતઃ કહેવાય છે કે પિતાની સૌથી નજીક દીકરી હોય છે. પરંતુ આ સંબંધને લાંછનરૂપ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જ્યાં સગા બાપ સામે માતાના મોત બાદ 4 વર્ષથી દીકરીનું શારીરિક શોષણ કર્યાનો આરોપ લાગ્યો છે. પત્નીના મોત બાદ પિતા પુત્રીને લેવા તેના મામાને ત્યાં આવતા પુત્રીએ જવા ઈન્કાર કર્યો હતો. જેમાં પુત્રીએ જવાનો ઈન્કાર કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરીએ પોલીસમાં ફરિયાદ નોઁધાવી હતી. અમરોલી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને નરાધમ પિતાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની મળેલી વિગત મુજબ શહેરના અમરોલીમાં રહેતા પરિવારમાં રહેતા પિતાએ પત્નીના મોત બાદ પોતાની હવસ સંતોષવા માટે દીકરીને શિકાર બનાવી હતી. તેની પત્નીનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ આચરનાર પિતાની ધરપકડ કરી હતી. 


થોડા સમય પહેલા દીકરી પોતાના મામાના ઘરે રહેવા માટે ગઈ હતી. ત્યારબાદ તેના પિતા તેને લેવા માટે આવ્યા હતા. પરંતુ દીકરીએ પિતા સાથે જવાની ના પાડી અને સમગ્ર હકિકત જણાવતા આ મામલો સામે આવ્યો હતો. 


દીકરી પાસેથી આ વાત સાંભળ્યા બાદ પરિવારજનોએ પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા પોલીસે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલી આપી હતી, પિતાની પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.