Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત શહેરના ભરીમાતા રોડ પર એક ભયાનક ઘટના બની છે. અહીં ઘર કામ બાબતે પિતા પુત્રી વચ્ચે ઝગડો થતા પિતાએ કુકરના ઉપરા છાપરી 10 ઘા મારી પુત્રીની હત્યા કરી નાખી. ત્યારે શું છે પિતાએ પુત્રીની કરેલી હત્યાની આખીય ઘટના જોઈએ આ રિપોર્ટમાં.


  • એક પિતાએ જ લીધો પુત્રીનો ભોગ

  • 18 વર્ષિય દિકરીને ઉતારી મોતને ઘાટ 

  • કુકરના ઘા મારી કરી હત્યા 

  • પુત્રી મોબાઈલમાં વ્યસ્ત રહેતી 

  • ઘરકામમાં ધ્યાન ન આપતા ઉતારી મોતને ઘાટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરમાં ગયા રવિવારથી શરૂ થયેલો હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. છ દિવસમાં અહીં પાંચ હત્યાના બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરતના ભરીમાતા રોડ પરથી કે જ્યાં ઘરકામ ન કરતી દિકરીને પિતાએ કુકરના ઉપરા છાપરી દસ ઘા મારી પતાવી દીધી. પિતાના આરોપ છે કે પુત્રી હંમેશા ફોનમાં વ્યસ્ત રહેતી અને ઘરકામમાં ધ્યાન ન્હોતી આપતી ત્યારે તેણે પોતાનો ગુસ્સા પરનો કાબુ ગુમાવતા દિકરીની હત્યા કરી નાંખી. જો કે પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરતા આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


બરાબર આ સમયે અને આટલી ગતિએ ત્રાટકશે વાવાઝોડું, આગળ શું થશે તે વિશે હવામાન વિભાગે કરી દીધી મોટી ભવિષ્યવાણી


ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો આરોપી પિતા મુકેશ પરમાર દરરોજ હેતાલીને ઘરના કામ માટે કહેતો હતો. ઘટનાના દિવસે જ્યારે તેની પત્ની ગીતાબહેન અને મોટી દિકરી નોકરી જવા નીકળ્યા ત્યારે તેઓએ નાની દીકરીને ઘરના કામ કરવા કહ્યું હતું... ગીતાબેને નોકરીએ જતી વખતે હેતાલીને વાસણ અને કપડાં ધોઈ નાંખવા જણાવ્યું હતું. પરંતુ હેતાલી કામ કરવા બદલે પોતાના મોબાઇલમાં વ્યસ્ત હતી. બપોરે મુકેશે હેતાલીને કામ માટે ટકોર કરતાં પિતા-દીકરી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને ગુસ્સે ભરાયેલા મુકેશે રસોડામાં પડેલું કૂકર ઉઠાવી પોતાની જ દીકરીના કપાળ પર ડાબી બાજુએ ઉપરા છાપરી 10 વાર ઘા મારી દીધા, આ હુમલાથી હેતાલી ગંભીર રીતે ઘવાઈ ગઈ.હુમલાના કારણે બૂમાબૂમ થતાં જ આસપાસથી લોકો દોડી આવ્યા અને લોહીલુહાણ હાલતમાં હેતાલીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી.. પરંતુ સારવાર દરમિયાન રાત્રે તેનું મૃત્યુ થયું.


  • પિતા મુકેશ પરમાર દરરોજ હેતાલીને ઘરના કામ માટે કહેતો

  • ઘટનાના દિવસે પત્ની અને મોટી દિકરી નોકરી જવા નીકળ્યા 

  • નાની દીકરીને ઘરના કામ કરવા કહ્યું 

  • હેતાલીને વાસણ અને કપડાં ધોઈ નાખવા જણાવ્યું

  • હેતાલી કામ કરવા બદલે પોતાના મોબાઇલમાં વ્યસ્ત હતી

  • મુકેશે હેતાલીને કામ માટે ટકોર કરતાં પિતા-દીકરી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો

  • ગુસ્સે ભરાયેલા મુકેશે રસોડામાં પડેલું કૂકર હેતાલીને માર્યું 

  • ઉપરા છાપરી 10 કુકરના ઘા માર્યા

  • હુમલાથી હેતાલી ગંભીર રીતે ઘવાઈ ગઈ

  • બૂમાબૂમ થતાં જ આસપાસથી લોકો દોડી આવ્યા

  • લોહીલુહાણ હાલતમાં હેતાલીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ

  • સારવાર દરમિયાન રાત્રે તેનું મૃત્યુ થયું


 
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે પિતા-દીકરી વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ઘરના કામને લઈને વિવાદ થતો રહેતો હતો. પિતાનું કહેવું છે કે હેતાલી હંમેશા પોતાના ફોનમાં જ વ્યસ્ત રહેતી હતી. જેના લીધે તે ઘણીવાર હેતાલીને ટોકતો રહેતો. પરંતું હેતાલી પર તેની કોઈજ અસર ન્હોતી થતી. જેને લઈને બંને વચ્ચે ઘટનાના દિવસે ઉગ્ર બોલાચાલી થયા બાદ તેણે દિકરીને મોતને ઘાટ ઉતારી દીધી. ત્યારે ઘરાકામ કરવા જેવી સામાન્ય બાબતમાં એક 18 વર્ષિય દિકરીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી તેના વિરુધ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.


કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ