સુરત: શહેરના સલાબતપુરા વિસ્તારમાં ઊંઘમાંથી ઉઠી બાળકી રડતા પિતાની ઉંઘ ખરાબ થતા ઢોર માર મારી બાળકીને મોતને ઘાટ ઉતાવનાર પિતાને કોટે આજીવન કેદની સજા ફટકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના સરાબતપુરા વિસ્તારમાં આવેલ રેશમવાડ  ખાતે દોઢ વર્ષ પહેલાં આરોપી પિતા ઉવેશ હસન શેખ તેની સગી આઠ માસની દીકરી આયન ઊંઘમાંથી ઊઠીને એકાએક રડવા લાગતાં ઉવેશ ઊંઘ માંથી જાગી ગયો હતો અને તે મારી ઊંઘ ખરાબ કરી કહી બાળકીને ઢોર માર મારી હતી. 


બાળકીનો રડવાનો અવાજ આવતા બાળકીની માતા અમરીન બાથરૂમમાંથી દોડીને આવી ગઈ હતી ને બાળકીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે હવાનખોર પિતાએ બાળકીની માતાની સામે જ ફરી બાળકીને ઢોર માર મારી જમીન પર પછાડી દીધી હતી. બાળકીની માતાને પણ માર મારી હતી.


આ પણ વાંચો:


યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર


કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય


છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!


સગા પિતાના માર બાદ બેભાન થયેલી બાળાને તુરંત હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબો એ બાળકીને મૃતક જાહેર કર્યો હતો. મોતની ખબર સાંભળી માતાના હોશ ઉડી ગયા હતા.સમગ્ર ઘટનાને લઇ બાળકીની માતાએ પરિવારને જાણ કરતા તાત્કાલિક હોસ્પિટલે દોડી આવ્યા હતા. બાળકીના પિતા વિરુદ્ધ માતાએ સલામતપૂરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી


સલાબતપુરા પોલીસે ફરિયાદના આધારે માસુમ 8 માસની બાળાનો હથિયારો પિતા ઉવેશ હસન શેખ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જરૂરી પુરાવા એકત્રિત કરી કોર્ટમાં હાજર કર્યો હતો.આ અંગે છેલ્લા દોઢ વર્ષથી કેસ ચાલી રહ્યો હતો. પોસ્ટમોર્ટમ કરનાર તબીબોના નિવેદન લેવામાં આવ્યા હતા જેમાં બાળકીને છાતીના, મોઢા ના ભાગે ઢોર મારવાથી ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું.


આ પણ વાંચો:


ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર


કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત


ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે


સુરત કોર્ટમાં જજ પણ પિતાની આવી ક્રૂર અને ઘાતકી કરતું સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા હતા.આખરે  દોઢ વર્ષે બાદ સુરત સેશન કોર્ટ દ્વારા પિતાને આ જીવન કેદની સજા સાથે દંડ ફટકારી એક દાખલા રૂપ સજા સંભળાવવામાં આવી છે.