Surat News : સુરતમા ધાબા પર સુવા બાબતે પિતાએ દીકરીની હત્યા કરી હતી. છરાના 20 થી વધુ ઘા ઝીંકીને પિતાએ નિર્મમતારૂપે પુત્રીની હત્યા કરી હતી. ત્યારે હવે સમગ્ર ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે. જેમાં એક પિતાએ કેવા નિર્દયી થઈને દીકરીની મટન કાપવાના છરાથી હત્યા થઈ તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. પતિ પત્ની વચ્ચે ધાબા પર સુવા બાબતે ઝઘડો થયો હતો. ત્યારે પતિએ ચીકન કાપવાના છરાથી પત્ની પર હુમલો કર્યો હતો. પુત્ર અને પુત્રી બચાવવા પડતા તેમના પર પણ હુમલો કર્યો હતો. પિતાના હુમલામાં પુત્રી ચંદાદેવીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટનાના દિવસે શું બન્યુ હતું
બે દિવસ પહેલા સુરતમાં આવેલા કડોદરામાં એક પિતાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત જિલ્લાના કડોદરામાં આવેલ સત્યમનગર વિસ્તારમાં રામાનુજ શાહુ (ઉં.વ.42) પત્ની રેખાદેવી (ઉં.વ.40), દીકરી ચંદાકુમારી (ઉં.વ.19) અને ત્રણ દીકરા સૂરજ, ધીરજ અને વિશાલ સાથે રહે છે. મૂળ બિહારનો રામાનુજ મિલમાં કામ કરતો હતો. પરંતુ રાત્રે ધાબા પર પત્ની સાથે સૂવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાના કારણે દીકરી વચ્ચે પડી હતી અને બાદમાં ત્રણ ભાઈ પણ આવ્યા હતા. પરંતુ પોતાની માતાને શેતાન પિતાની ચુંગાલમાંથી બચાવવા જતા દીકરીને પોતાના પ્રાણની આહુતિ આપવી પડી છે. પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી હુમલો કરીને ખૂની ખેલ ખેલ્યો હતો. 


શું ગુજરાતમાં થશે આતંકી હુમલો? અમદાવાદથી પકડાયા 3 શંકાસ્પદ યુવકો


મુસ્લિમ યુવકની જાળમાં ફસાયેલ હિન્દુ યુવતીનો આપઘાત, લવ જેહાદનો શિકાર બની ડાકોરની દીકર


યુવતીના લાશના થયા એવા હાલ અરેરાટી થઈ, પાઇપમાં અથડાવાથી ચામડી અને માંસના લોચા નીકળ્યા