ચેતન પટેલ/સુરત: કોઈપણ ડોક્યુમેન્ટ વગર તમને લોન મળી જશે આવો મેસેજ જો તમારા મોબાઇલ પર આવ્યો હોય તો ચેતી જજો. કારણ કે સુરતમાં આવા જ એક મેસેજ એક મહિલા પ્રોફેસર નો ભોગ લીધો છે. સુરતના જહાંગીપુરા વિસ્તારમાં રહેતી મહિલા પ્રોફેસરનો ફોટો મોફ કરી તેને વાયરલ કરવાની ધમકી આપી 70,000 જેટલી રકમ આરોપીઓ દ્વારા પડાવી લેવામાં આવી હતી અને ત્યારબાદ વધુ પૈસાની માંગણી કરતા મહિલા પ્રોફેરે આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર બનાવમાં આખરે રાંદેર પોલીસને સફળતા મળી છે અને આ ગેંગના ત્રણ આરોપીઓને ઝારખંડથી ઝડપી લાવી સુરત લઈ આવવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણાઃ 12 દિવસમાં ચૌધરી પરિવારે 11 લોકો પાસેથી 60 લાખ લીધા, FIRમાં મોટા ખુલાસા


સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી સેજલ કુમારી પોતે પ્રોફેસર તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતી હતી. થોડા સમય પહેલા સેજલના મોબાઈલ ઉપર એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં કોઈપણ ડોક્યુમેન્ટ વગર તેમને લોન મળશે તેવી લોભામણી વાતો કરવામાં આવી હતી. આ એપ્લિકેશનમાં સેજલે ઓકે આપ્યું હતું અને ત્યારબાદ તેના તમામ ડેટા આરોપીઓ સુધી પહોંચી ગયા હતા. બાદમાં આરોપીઓ દ્વારા પાકિસ્તાનના નંબરથી એક મેસેજ સેજલને કરવામાં આવ્યો હતો. જેમાં સેજલનો ફોટો મોફ કરી તેનો ન્યુડ ફોટો મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી. 


VIDEO:રંગરેલિયાએ તબિયત પૂછી તો વિફરેલી મહિલાએ ચંપલે ચંપલે રોમિયોની તબિયત બગાડી નાંખી


સેજલ એ શરૂઆતના સમયે સમાજમાં બદનામીના ડરથી રૂપિયા 70000 બેંક ટ્રાન્જેક્શનથી મોકલ્યા હતા. બાદમાં આરોપીઓ દ્વારા વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી અને જો પૈસા ન આપે તો તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી જેનાથી ગભરાઈ જઈ સેજલે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર બનાવને લઈને રાંદેર પોલીસ મથકમાં આપઘાતનો ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસ દરમિયાન સેજલે તેની બહેનને સમગ્ર હકીકત તેને જણાવી હતી. જે નંબરના આધારે રાંદેર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. 


ગુજરાતમાં કેમ વારંવાર કેબિનેટ વિસ્તરણની લાગી રહી છે અટકળો, જાણો શું છે કારણો?


રાંદેર પુરુષે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે આરોપીઓ સુધી પહોંચવાની કવાયત શરૂ કરી હતી રાંદેર પોલીસ મથકના પીઆઈ અતુલ સોનારાએ પોતાની ટીમ સાથે ઝારખંડમાં પહોંચ્યા હતા, જ્યાં તેમને ત્રણ દિવસ સુધી સ્થાનિક વેશ પલટો કરી આરોપીઓની રેકી કરી હતી અને બાદમાં આ ગુનામાં સામેલ એવા અભિષેક સિંગ, રોશન કુમાર સિંગ તથા સૌરવ રાજની ધરપકડ કરી હતી. પોલીસે તેમના ઘરેથી લેપટોપ, પ્રિન્ટર, કીબોર્ડ ,પ્રિન્ટર મશીન સહિત 51,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 


30 રૂપિયાનો શેર 684 રૂપિયાએ પહોંચ્યો, આવા સ્ટોક જ કરોડપતિ બનવાના સપના કરે છે પૂર્ણ


પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે કોઈ વ્યક્તિ બેંકમાં લોન માટે એપ્લાય કરે તો રેન્ડનલી તેમનો નંબર સિલેક્ટ કરતા હતા અને તેમને મેસેજ કરતા હતા. આ દરમિયાન તેઓ પાકિસ્તાનના મોબાઈલ નંબરની સીરીઝનો ટેકનિકલી ઉપયોગ કરતા હતા. જોકે આ નંબર ભારતનો જ હતો બાદમાં જે તે વ્યક્તિને નિશાન બનાવી તેની પાસેથી રૂપિયા પડાવી લેતા હતા. આરોપીઓ એટલા સાથી હતા કે પોલીસ તેમના સુધી ના પહોંચે તે માટે તેઓ ઊંચા વૃક્ષ ઉપર બેસી અથવા તો ઊંચા ડુંગર પર જઈ મેસેજ કરતા હતા. 


કોર્ટ બહાર લોહીના ફુવારા! પોલીસ સામે 30 સેકન્ડમાં કેદીને ઝીંક્યા 15 ઘા, જુઓ VIDEO


આ ઉપરાંત ઝારખંડ એક એવું રાજ્ય છે જ્યાં નકસલીઓ સૌથી વધુ રહે છે. જ્યાં આ રીતે ફ્રોડ કરવા માટે ટ્યુશન કલાસ પણ ચલાવવામાં આવે છે. આ તમામ આરોપી ધોરણ 7 થી 10 સુધી નો જ અભ્યાસ કર્યો છે. સેજલ ની જેમ અન્ય લોકોને પણ ટાર્ગેટ કરી તેમની પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનો પોલીસને આશંકા વ્યક્ત કરી છે જેથી પોલીસે આ તમામ આરોપીઓના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.