ચેતન પટેલ/સુરત :સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવત ચર્ચિત છે. ત્યારે ચંદની પડવાનો તહેવાર સમગ્ર દેશ શરદ પૂનમ (Sharad Poonam0 તરીકે ઉજવે છે. ત્યારે સુરતીઓ શરદ પૂનમના બીજા દિવસે એટલે કે પડવાનો દિવસને ચંદની પડવા (Chandi Padvo) તરીકે ઓળખે છે. ચંદની પડવાની રાત્રે સુરતીઓ કુટુંબકબીલા સાથે ઘારી અને ચવાણુંની જ્યાફ્ત કરે છે. આજે અસંખ્ય સુરતીઓ સાંજ બાદ રસ્તા પર પરિવાર સાથે બેસીને ઘારી (Ghari) અને ચવાણાની જ્યાફત માણતા દેખાશે. સુરતીઓ માટે આજનો દિવસ ખાસ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંગ્રેજોના સમયે બની હતી ઘારી 
સુરતની ઘારી (surat ghari) નું નામ સાંભળીને દરેક ગુજરાતીઓના મોઢામાં પાણી આવી જાય છે. માવો, મેંદો, બૂરું અને ડ્રાયફ્રુટ સુરતની ઘારીની વિશેષતા છે. આઝાદીની લડત એટલે કે 1857ના વિપ્લવ બાદ ક્રાંતિકારીઓ જંગલમાં છુપાઈને અંગ્રેજ શાસકો સામે યુદ્ધ લડતા હતા, ત્યારે દિવસો સુધી તેઓને જમવાની સાથે શક્તિ પૂરી પડી રહે તેવા એક ખોરાકની જરૂરિયાત હતી. ત્યારે ઘારીની શોધ થઈ હતી. જોકે હાલ સમયના વહાણ વિતતા સુરતીઓ માટે આ જ ઘારી મનપસંદ મીઠાઈ બની ગઈ છે. 


આ પણ વાંચો : માત્ર 5 વર્ષના સુરતી ટબૂકડાને યુટ્યુબ પર ફોલો કરે છે 1.80 લાખ લોકો 


ગોલ્ડન ઘારીની શરૂઆત કેવી રીતે થઈ 
સુરતીઓમાં કેસર પિસ્તાની ઘારી સૌથી વધુ લોકપ્રિય છે. જોકે સમય પરિવર્તનની સાથે ઘારીમાં હવે વેરાયટી આવી ગઈ છે. તેમાં વિવિધ ફ્લેવર્સ જેમ કે ડ્રાયફ્રુટ, મેંગો, સ્ટ્રોબરી, સુગર ફ્રી, કેસર કસ્તુરી સહિત જુદી જુદી 11 ફ્લેવર્સમાં ઘારી વેચાય છે. સુરતી લાલાઓ હંમેશા કંઈક નવું કરવામા માને છે ત્યારે આ વર્ષે કોરોનાકાળમાં પણ સુરતીઓએ ચંદની પડવાને અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે. સુરતના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતાઓ દ્વારા ચંદી પડવા માટે ખાસ ખાવામાં આવતી ઘારીને નવીન રૂપ આપવામાં આવ્યું છે અને આ રૂપ છે સોનાના વરખનું. રાજા રજવાડા તેઓના સમયમાં સુવર્ણ ભસ્મ વાપરતા હતા, જેનાથી પ્રેરિત થઈને આ ગોલ્ડન ઘારી બનાવવામાં આવી છે.


આ પણ વાંચો : ઘરકંકાસમા માસુમ જીયાનો ભોગ લેવાયો, પત્નીની આત્મહત્યા બાદ પિતા દીકરીને લઈને તાપી નદીમાં કૂદ્યો 


સુરતીઓએ ખાણી પીણીમાં ક્યારેય મોંઘવારીનો સમય જોયો નથી એ વાતનો સાક્ષી સુરતનો ઈતિહાસ છે. સુરતીઓ આજના દિવસે કરોડોની ઘારી ઝાપટી જાય છે. સુરતની ઘારીની ડિમાન્ડ ફક્ત ગુજરાત કે ભારતમાં જ નહીં વિદેશોમાં પણ માંગ રહે છે. ત્યારે આ વર્ષે કોરોનાના કહેર વચ્ચે પણ અમેરિકામાં 25 કિલો જેટલી ગોલ્ડન ઘારી લગ્નપ્રસંગે મોકલવામાં આવી છે. રાધાબેન મીઠાઈવાલાએ કહ્યું કે, પ્રાચીન કાળમાં આયુર્વેદની દ્રષ્ટિએ સોનાની ભસ્મ એટલે કે સોનાના વરખને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવતી હતી. જેથી જે તે સમયે રાજા રજવાડાઓના સમયમાં સુવર્ણ ભસ્મનો ઉપયોગ જોઈને ગોલ્ડન ઘારી બનાવાઈ છે. અને 10 દિવસ સુધી આ ઘારી બગડ્યા વગર રહી શકે છે અને હાલ ૯૦૦૦ રૂપિયા પ્રતિ કિલોએ ઘારી વેચવામાં આવી રહી છે.