સુરત આગકાંડ: માતાએ ખુબ ના પાડી...છતાં અંશ ટ્યૂશન ગયો અને કાળમુખી આગનો ભોગ બની ગયો
સુરતના આગકાંડમાં અનેક એવી બાબતો સામે આવી છે જેને વર્ષો સુધી સુરતીલાલાઓ ભુલાવી નહીં શકે. આગની જ્વાળામાં સ્વાહા થયેલા 22 વિદ્યાર્થીઓ પેકી અંશ મનસુખભાઈ ઠુમ્મરની આકસ્મિક વિદાય તેના પરિજનો માટે કાયમી સંભારણું બનીને રહેશે.
તૃષાર પટેલ, સુરત: સુરતના સરથાણાની ઘટનાના એક દિવસ બાદ આજે મૃત્યુ પામેલા બાળકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. હતા 20 બાળકોના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે સુરતના અશ્વિનીકુમાર લઈ જવાયા ત્યારે તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. ભારે ભાવનાશીલ દ્રશ્યો આ સમયે સર્જાયા હતા અને હજી સુધી લોકો આ આઘાતમાંથી બહાર નથી આવી શક્યા. સુરતના આગકાંડમાં અનેક એવી બાબતો સામે આવી છે જેને વર્ષો સુધી સુરતીલાલાઓ ભુલાવી નહીં શકે. આગની જ્વાળામાં સ્વાહા થયેલા 22 વિદ્યાર્થીઓ પેકી અંશ મનસુખભાઈ ઠુમ્મરની આકસ્મિક વિદાય તેના પરિજનો માટે કાયમી સંભારણું બનીને રહેશે. કેમ કે અંશ માટે ગઈકાલનો ગોઝારો દિવસ તેના ટ્યૂશનનો છેલ્લો દિવસ હતો અને આ કમભાગી ઘટનામાં તે દિવસ તેની જિંદગીનો અંતિમ દિવસ બનીને રહી ગયો.
સુરત કરૂણાંતિકા: ફરજમાં બેદરકારી દાખવવા બદલ ફાયર વિભાગના 2 અધિકારીઓ સસ્પેન્ડ