સુરત: સુરતના આગ કાંડમાં 22 વિદ્યાર્થીઓની વગર વાંકે જિંદગી હોમાઈ. જેઓ હોંશેહોંશે ક્લાસમાં ગયા હતા, તેઓને ખબર ન હતી. સુરત આગ ઘટના બાદ હવે રાજ્ય સરકાર પૂર બાદ પાળ બાંધવા નીકળી હોય તેમ સપાટો બોલાવી રહી છે. જેમ નવી વહુના નવ દહાડા હોય, તેમ ગુજરાત સરકાર હાલ તો કાર્યવાહી કરી રહી છે, પણ બાદમાં શું. શું આ ટૂંક સમયમાં જ લેવાનારા પગલા છે કે, પછી સરકાર બાળકોના ભવિષ્ય વિશે પણ વિચારશે. જો કે આ ઘટના પર રાજકારણ પણ ખેલાતું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હાલ સુરતના ઘટનાસ્થળે પહોંચ્યા છે. જો કે હાર્દિકનો ત્યાં વિરોધ પણ થયો. ચંદ્રેશ નામનો વ્યક્તિ હાર્દિક પટેલનો વિરોધ કરવા આવ્યો હતો જેની સાથે મારામારી થઈ અને ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી.અગાઉ હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે જો સરકાર કોઈ પગલાં નહીં લે તો તેઓ આજે સાંજે ઉપવાસ આંદોલન પર બેસશે.


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...