અમદાવાદ: સુરતના સરથાણામાં આવેલા તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગકાંડમાં 22 આશાસ્પદ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યાં. આ ઘટનાથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. ચારેબાજુ ફાયર અને તંત્ર સામે સવાલો ઊભા થયા છે. જેને પગલે તંત્ર દોડતું થયું છે. રાજ્યભરમાં આ ઘટનાના ઘેરા પડઘા જોવા મળી રહ્યાં છે. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ દ્વારા નોટિસો આપવાનો દોર શરૂ થઈ ગયો છે. સુરતમાં મનપા દ્વારા 866 ટ્યૂશન ક્લાસિસ સંચાલકોને નોટિસો ફટકારવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત મનપાની આ નોટિસ મુજબ 3 દિવસમાં ફાયર સેફ્ટીના સાધનો મૂકાવવા પડશે. સુરતમાં પોલીસ કમિશનરે પણ ટ્યૂશન ક્લાસિસ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જો ફાયર સુવિધા નહીં હોય તો સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સુરત મનપા દ્વારા પણ 866 ટ્યૂશન ક્લાસિસ સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. નોર્થ ઝોનમાં 63, લિંબાયત ઝોનમાં 151, સાઉથ ઝોનમાં 123, ઇસ્ટ ઝોનમાં 229, અઠવા ઝોનમાં 93, સેન્ટ્રલ ઝોનમાં 95, વેસ્ટ ઝોનમાં 95 ટ્યુશન ક્લાસિસ સંચાલકોને નોટીસ અપાઈ


રાજ્યમાં ઠેર ઠેર નોટિસોનો દોર શરૂ


નવસારીમાં વિજલપોર નગરપાલિકા દ્વારા નોટિસ અપાઈ છે. આજે રજાના દિવસે પણ આખો દિવસ બિલ્ડિંગ, શાળા કાલેજોમાં તપાસ હાથ ધરાઈ. વિજલપોર નગરપાલિકાના સ્ટાફ દ્વારા 138 જેટલી જગ્યાઓએ ચેકિંગ હાથ ધરાયું. કુલ 129 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની સૂચના બાદ આ કામગીરી હાથ ધરાઈ છે. 


આ બાજુ ભૂજમાં આ ઘટનાના પડઘા પડ્યાં છે. નગરપાલિકા વિસ્તારોમાં વિસ્તારોમાં ફાયર સેફ્ટીની જોગવાઈઓનું પાલન થયું છે કે કેમ તે તપાસવા આદેશ જારી કર્યાં. જ્યારે અરવલ્લીમાં પણ તપાસનો દોર શરૂ થઈ ગયો છે. અરવલ્લીમાં 11 ટીમો દ્વારા 145 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં છે. ફાયરના માપદંડો મુજબ NOC નહિ લેનારને નોટિસો ફટકારાઇ છે. ક્લાસીસ, સ્કૂલ, હોસ્પિટલ, થિયેટર, હોટેલ, હોસ્ટેલ પર તપાસ શરૂ કરાઈ છે. અલગ અલગ 70 ક્લાસીસ સહીત 64 હોસ્પિટલોને પણ નોટિસો અપાઈ છે. ફાયરના સાધનો અંગે નિર્દેશ કરી કાર્યવાહી હાથ ધરાઈ. સરકારના આદેશના પગલે કચ્છમાં કલેક્ટરે નગરપાલિકાઓના ચીફ ઑફિસરો, મામલતદારો અને શિક્ષણ વિભાગ સહિતના સંબંધિત વિભાગોને તાકીદે રીપોર્ટ સુપ્રત કરવા આદેશ જારી કર્યો.


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...