જય પટેલ/સુરત :સુરતનો આગકાંડ ગુજરાત ક્યારેય નહિ ભૂલે. એક દિવસ પહેલા જ્યારે ગુજરાતમાં ઈલેક્શનના પરિણામની ખુશી ઉજવાઈ રહી હતી, ત્યાં બીજા જ દિવસે આગકાંડ 22 માસુમ સંતાનોને ભરખી ગયો. મરનારા વિદ્યાર્થીઓમાં મોટાભાગના મોટા વિદ્યાર્થીઓ હતા, પણ એકમાત્ર કર્ણવી એવી હતી, જે માત્ર 3 વર્ષની હતી. મોટા વિદ્યાર્થીઓમાં આ બાળકી શું કરી રહી હતી, તેવો સવાલ બધાને જ થયો હતો. પણ, કર્ણવી જેવી માસુમ બાળકી અકારણ જ મોતનો ભોગ બની હતી, જ્યારે કે ન તો તે ત્યાં ભણવા ગઈ હતી, કે ન તો તે કોમ્પ્લેક્સમાં આવેલ નર્સિંગ હોમમા ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22 વિદ્યાર્થીઓનું ભવિષ્ય હોમાયા બાદ તંત્ર દોડતું થયું, કરી આ કામગીરી... પણ હવે શું?



પડોશી ગ્રીષ્માને કારણે થયું કર્ણવીનું મોત 
આ દુર્ઘટનામાં ત્રણ વર્ષની માસુમ કર્ણવીનું મોત નિપજ્યું છે. માસૂમ કર્ણવી કાળના મુખમાં ધકેલાતા પોલીસ અને સંબંધીઓ મુંઝવણમાં મૂકાયા હતા કે, અઢી વર્ષીય કર્ણવી અહીં આવી કેવી રીતે? પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, નાટા કલાસીસમાં અભ્યાસ કરતી ગ્રીષ્મા નામની વિદ્યાર્થી કર્ણવીના પડોશમાં રહેતી હતી. કર્ણવી ગ્રીષ્માની લાડકવાયી હોય શુક્રવારે પોતાની સાથે ક્લાસીસમાં લઈ ગઈ હતી. દુર્ઘટનામાં ગ્રીષ્મા અને કર્ણવી દાઝી જતા મોતને ભેટયાં હતા. આમ, કર્ણવીનું નસીબ જાણે તેને ટ્યુશન ક્લીસસમાં ખેંચીને લઈ ગયું હતું. 


આજે પદનામિત પીએમ મોદી ગુજરાતમાં, 2014માં જીત બાદ પણ ખાનપુરમાં યોજી હતી સભા



કર્ણવીની અંતિમ યાત્રામાં કાળજુ કંપાવે તેવા દ્રશ્યો
3 વર્ષની કર્ણવીએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. ત્યારે તેની અંતિમ યાત્રામાં કાળજુ કંપાવે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બાળકીની અંતિમ યાત્રા સમયે રડતા લોકોને જોઈ દુખદ દ્રશ્યો સર્જાયા હતા. સ્મશાન યાત્રામાં પિતા કર્ણવીને ખોળામાં લઈને નીકળ્યા હતા, ત્યારે સ્મશાન યાત્રામાં લોકો રડી પડ્યા હતા. હજી તેને દુનિયા આખી જોઈ પણ નહિ સમજી પણ નહિ ત્યાં તો તેને દુનિયાથી વિદાય લઈ લીધી. તો બીજી તરફ, તેના માતાપિતાનો આક્રંદ પણ સમાતો ન હતો. પિતા અંતિમ સંસ્કારમાં જ્યારે કર્ણવીને લઈને નીકળ્યા, તો પોક મૂકીને રડી રહયા હતા. તો તેની માતાને શાંત રાખવુ મુશ્કેલ બની રહ્યુ હતું. તેમના મનમાં એક જ સવાલ હતો કે, આખરી તેમની માસુમનો શુ વાંક હતો, જે આગમાં હોમાઈ ગઈ હતી.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV