સુરત : 22 માસુમોનો ભોગ લેનાર તક્ષશિલા આર્કેડનુ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું
22 નિર્દોષોનો ભોગ લેનારી સુરતની તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગની ઘટનાને દોઢ મહિનો થયો છે, ત્યારે મહાનગરપાલિકાએ તક્ષશિલા આર્કેડના ગેરકાયદેસર અને જર્જરિત ભાગને તોડી પાડ્યો હતો. મહાનગરપાલિકાએ ચોથા માળે ગેરકાયદેસર રીતે બનેલ 4350 ચોરસ ફૂટ ડોમનું ડિમોલિશન કર્યું હતું.
તેજશ મોદી/સુરત :22 નિર્દોષોનો ભોગ લેનારી સુરતની તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગની ઘટનાને દોઢ મહિનો થયો છે, ત્યારે મહાનગરપાલિકાએ તક્ષશિલા આર્કેડના ગેરકાયદેસર અને જર્જરિત ભાગને તોડી પાડ્યો હતો. મહાનગરપાલિકાએ ચોથા માળે ગેરકાયદેસર રીતે બનેલ 4350 ચોરસ ફૂટ ડોમનું ડિમોલિશન કર્યું હતું.
BJP રાજમાં ખાનગી સ્કૂલોવાળાને ઘી-કેળા, 2 વર્ષમાં 1287 ખાનગી સ્કૂલોને વાલીઓને લૂંટવાની મંજૂરી આપી
ગત ૨૪મી મેના રોજ સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી, જેમાં ચોથા માળે આગમાં ૧૬ માસુમ વિદ્યાર્થીઓના સળગી જવાને કારણે મોત થયા હતાં, તો 6 વિદ્યાર્થીઓના કૂદી પડતા મોત થયા હતાં. સમગ્ર દેશમાં આ ઘટના બાદ રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારે આ કેસની તપાસ હાથ ધરાઈ હતી. જેના બાદ તક્ષશિલા આર્કેડના ત્રીજા અને ચોથા માળે ગેરકાયદેસર બાંધકામ કરાયુ હોવાનું ખૂલ્યું હતું. ત્રીજા અને ચોથા માળની અગાશી પર ગેરકાયદેસર બાંધકામ કરીને ટ્યુશન ક્લાસિસ શરૂ કરાયા હતા. ત્યારે ત્યારે ત્રીજો અને ચોથો માળ ગેરકાયદેસર હોવાથી તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી.
જોધપુર ગામમાં અડધી રાત્રે અંધાધૂંધ ફાયરિંગ કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં પકડ્યો
આ વિશે સુરત મનપાના ડેપ્યુટુ કમિશનર એન.વી.ઉપાધ્યાયે કહ્યું કે, ગઈકાલે ચોથા માળને તોડવાની કામગીરી કરવામાં આવી હતી. આજે ત્રીજા માળને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે. ત્રીજા માટે આગળ અને પાછળના ભાગે રૂમો તોડી પાડવામાં આવ્યા છે. ત્રીજા માળે અંદાજે 4350 ચોરસ ફૂટ ક્ષેત્રફળ વિસ્તારમાં બાંધકામ કરવામાં આવ્યું છે. આ તમામ ગેરકાયદેસર હોવાથી તેને તોડી પાડવામાં આવશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :