સુરત: દીવાલ ધરાશાયી થતા પટેલ પરિવારના પાંચ દટાયા, બેના મોત
ઓલપાડ તાલુકાના મીરજાપોર ગામે શનિવારનો દિવસ પટેલ પરિવાર માટે માતમ લઈને આવ્યો છે. મીરજાપોરના ખૂણા ફળીયામાં મકાનનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે પટેલ પરિવારના પાંચ સભ્યો જૂની દીવાલ નજીક બેઠા હતા. ત્યારે અચાનક જૂની દીવાલ ધરાશાયી થતા પટેલ પરિવારના પાંચ સભ્યો દીવાલ નીચે દબાઈ ગયા હતા.
કિરનસિંહ ગોહીલ/સુરત: ઓલપાડ તાલુકાના મીરજાપોર ગામે શનિવારનો દિવસ પટેલ પરિવાર માટે માતમ લઈને આવ્યો છે. મીરજાપોરના ખૂણા ફળીયામાં મકાનનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે પટેલ પરિવારના પાંચ સભ્યો જૂની દીવાલ નજીક બેઠા હતા. ત્યારે અચાનક જૂની દીવાલ ધરાશાયી થતા પટેલ પરિવારના પાંચ સભ્યો દીવાલ નીચે દબાઈ ગયા હતા.
બુમાબુમ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. અને તમામ ઇજાગ્રસ્ત લોકોને ખાનગી વાહનમાં સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પાંચ પેકી બેના મોત થયા હતા. જ્યારે 3ને ગંભીર ઇજા થતાં સારવાર ચાલી રહી છે. જોકે દાદા અને પૌત્રના મોતથી ગામમાં શોકની લાગણી ફરી વરી હતી. શનિવારની સ્કૂલમાં રજા હોવાથી બાળકો દાદા સાથે બેઠા હતા. તે દરમિયાન આ ઘટનામાં દાદા અને પૌત્રનું મોત થયું છે. મરનાર લોકોમાં એક ઉંમર લાયક વૃદ્ધા પ્રવીણભાઇ લલ્લુ પટેલ સુરત મહાનગર પાલિકા નિવૃત કર્મચારી હતા.
કોંગ્રેસ સરકાર ચલાવે છે કે મધ્યસ્થી મિશેલ મામાનો દરબાર: પીએમ મોદી
મૃતકોના નામ
1. કેવિન કમલેશ પટેલ (13 વર્ષ)
2. પ્રવીણભાઈ લલ્લુ ભાઈ પટેલ (65 વર્ષ)
ઇજાગ્રસ્તો નામ
1. ઊર્મિલાબેન પ્રવીણ પટેલ 60વર્ષ
2. જીગ્નેશ મનોજ પટેલ 13 વર્ષ
3. આર્યન કમલેશ પટેલ 15 વર્ષ