તેજશ મોદી/સુરત: સુરતના વેસુ ભરથાણા રોડ ઉપર એક નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં માટીની ભેખડ ઘસી તૂટી પડતા પાંચ જેટલા મજૂર દબાઈ ગયા હતા. જેમાં એક મજુરનું મોત થયું છે, જ્યારે અન્યોનો બચાવ થયો છે. ઘટનાની જાણ બાદ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વેસુ ભરથાણા વિસ્તારમાં આવેલા એટલાન્ટા એલિઝા નામના કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં 15થી 16 મજૂરો કામ કરતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કામ ચાલી રહ્યું ત્યારે જ માટીની ભેખડ ઘસી પડી હતી, જેથી કામ કરી રહેલા 8થી 10 મજૂર ભાગીને બહાર નીકળી ગયા હતા. જોકે પાંચ જેટલા મજૂરો પર માટીની દીવાલનો ભાગ પડ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.


અમદાવાદ શહેરમાંથી 25 થી 35 વર્ષની ઉંમરના 47 બાંગ્લાદેશીઓ કરાયા ડિપોટ



પાંચ પૈકી ત્રણ જેટલા ઓછી માટીમાં દબાયા હતા. જ્યારે માટીમાં દબાયેલા બે મજૂરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ગુટલી શભૂલા શર્મા, ઉમા ટુકુઈ શર્માને માટીમાંથી ફાયરના જવાનો દ્વારા બહાર કાઢી 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ઉમા શર્માને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.