સુરત: બ્રિજ ક્રોસ કરતા શાળાના 4 વિદ્યાર્થી ડૂબ્યા, બેના મોત
સુરતના સણીયા હેમાદ ખાતે આવેલા ખાડી બ્રિજ પર મુકેલ લોખંડની પાટ પરથી પુલ ક્રોસ કરી રહેલા ચાર વિધાર્થીઓ ડુબ્યા હતા. ચાર વિધાર્થીઓ પૈકી બે વિધાર્થીઓ પોતાનો જીવ બચાવી બહાર આવી ગયા હતા. જો કે અન્ય બે વિધાર્થીઓ ખાડીના પાણીના વહેણમા ડુબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગે બંને બાળકોની શોધખોળ હાથ ધરી હતી. જો કે બંનેની ક્યાય ભાળ મળી ન હતી.
ચેતન પટેલ/સુરત: સુરતના સણીયા હેમાદ ખાતે આવેલા ખાડી બ્રિજ પર મુકેલ લોખંડની પાટ પરથી પુલ ક્રોસ કરી રહેલા ચાર વિધાર્થીઓ ડુબ્યા હતા. ચાર વિધાર્થીઓ પૈકી બે વિધાર્થીઓ પોતાનો જીવ બચાવી બહાર આવી ગયા હતા. જો કે અન્ય બે વિધાર્થીઓ ખાડીના પાણીના વહેણમા ડુબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગે બંને બાળકોની શોધખોળ હાથ ધરી હતી. જો કે બંનેની ક્યાય ભાળ મળી ન હતી.
સુરતના પુણા કુંભારિયા વિસ્તારમા રહેતા નવ વર્ષીય મનોજ ચૌહાણ , શિવા સૈયમ તથા તેના બે અન્ય મિત્રો સારોલીની નગર પ્રાથમિક સ્કુલેથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેઓએ સારોલી ખાતેના ટ્રાન્સપોર્ટ ગોડાઉન પાછળ આવેલા ખાડી બ્રિજ પરના લોખંડના પાટ પરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન તેઓનુ બેલેન્સ નહિ રહેતા ચારેય ખાડીના પાણીમા ગરકાવ થઇ ગયા હતા.
એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં દર્દીઓની પથારી રોડપર, છે ગંદકીનું સામ્રાજ્ય
ચાર પૈકી બે બાળકો પોતાનો જીવ બચાવી ખાડી કિનારા પર આવી ગયા હતા. જ્યારે બે ખાડીના પાણીમા ગરકાવ થઇ ગયા હતા. બાળકો રડતાનો અવાજ આવતાની સાથે જ સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા અને તાત્કાલિક બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી તાત્કાલિક રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જો કે કલાકો સુધી શોધખોળની જહેમદ બાદ પણ તેઓની કયાય ભાળ મળી ન હતી.