Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.ડીંડોલીમાં ચોથા માળેથી 4 વર્ષીય બાળકીનું પટકાતા મોત નીપજ્યું છે. અંકિતા નામની બાળકી ઘરના ગેલેરીમાં રમી રહી હતી. બાળકીના માતા-પિતા ઘરકામમાં વ્યસ્ત હતા. બાળકી રમતા રમતા નીચે પટકાતા પરિવારના લોકો દોડી આવ્યા હતા. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યા બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ છે. ડીંડોલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરના ડીંડોલી નવાગામ ખાતે રહેતા રાહુલ મોર્યા જાહેરાતની કંપનીમાં નોકરી કરે છે. પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. રાહુલ મોર્યાની 4 વર્ષની દીકરી અંકિતા તેની નાની બહેન સાથે ઘરના ચોથા માળે રમી રહી હતી. માતા બીમાર હોવાથી ઊંઘતા હતા. પતિ ઘરના કામમાં વ્યસ્ત હતો. બાળકી રમતા રમતા ચોથા માળેથી પટકાઈ ગઈ હતી. પિતા બાળકીનો અવાજ સાંભળી દોડી આવ્યા હતા. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.


અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આ દિવસે ગુજરાતમાં કડકડતી ઠંડીની થશે શરૂઆત


મહત્વની એ છે કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી બાળક રમતા રમતા નીચે પટકાઈ જવાથી કે બાળક રમતા રમતા પાણીના ટાંકા પડી જવાથી મોત કિસ્સાઓ બનતા આવી રહ્યા છે. સાથે જ બાળક રમતા રમત ગરોળી ચબાઈ જવાની પણ ઘટના સામે આવી ચૂકી છે. ત્યારે વધુ એક બાળકીનું ઘરના ગેલેરીમાં રમતા રમતા નીચે પટકાઈ જવાથી મોત નિપજ્યું છે. આવા કિસ્સાઓથી વાલીઓએ ચેતી જવાની જરૂર છે.


સુરતના સોલંકી પરિવારને ધરમ કરતા ધાડ પડી, નજીકના જ વ્યક્તિએ દીધો દગો