Surat: બદલો લેવા માટે મિત્રએ જ 30 લાખના હીરાની કરી ચોરી, ઘડ્યો આવો માસ્ટર પ્લાન
બંને આરોપીઓની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે જૂના પાર્ટનેર જ પોતાના અપમાન અને આર્થિક નુકસાનનો બદલો લેવા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
તેજસ મોદી, સુરત: સુરત (Surat) માં બે દિવસ અગાઉ એક ઘટના બની હતી. જેમાં કાપોદ્રામાં એક એક્ટિવાની ચોરી કરવામાં આવી હતી. આમ તો વાહનચોરીની ઘટના સુરતમાં સામાન્ય છે. જોકે પોલીસ (Police) ત્યારે દોડતી થઇ ગઈ જ્યારે ખબર પડી કે એક્ટિવાની ડિકીમાં 30 લાખ રૂપિયાથી વધુની કિંમતના હીરા અને રોકડા 1.16 લાખ રૂપિયા છે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતાં. જેને પગલે પોલીસે (Police) દોડધામ કરી ચોરી કરનાર અરોપી અને તેના સાગરીતની કાપોદ્રાથી ધરપકડ કરી હતી.
બંને આરોપીઓની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે જૂના પાર્ટનેર જ પોતાના અપમાન અને આર્થિક નુકસાનનો બદલો લેવા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના અંગે એસીપી સી કે પટેલે જણાવ્યું હતું કે ફરિયાદીની ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી (CCTV) કેમેરાની મદદથી આરોપીઓને શોધવાનું શરુ કર્યું હતું, જેમાં ઘનશ્યામ ધીરૂભાઈ નાકરાણી અને રાહુલ ધીરૂભાઈ ચોડવડિયાએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું.
આરોપી ઘનશ્યામ હીરા દલાલ તો રાહુલ ટેમ્પો ડ્રાઇવર (Tempo Driver) છે. બંનેની અટક કરી તેમની પાસેથી પોલીસે તમામ 30 લાખ રૂપિયાના હીરા અને રોકડ રકમ તથા એક્ટિવા પણ કબજે કર્યું છે. ચોરી કરવા અંગે પોલીસે (Police) કરેલી પુછપરછમાં ઘનશ્યામે એવી કબુલાત કરી હતી કે, થોડા વર્ષો પહેલા ફરિયાદી પરેશ દુધાત (Paresh Dudhat) અને બંને સાથે કામ કરી રહયા હતાં. જેમાં પરેશના કારણે તેમને ધંધામાં ઘણું આર્થિક નુકસાન થયું હતું. પરેશે કારણે તેઓ આર્થિક રીતે પાયમાલ થઇ ગયા હતાં, આ ઉપરાંત પરેશ અનેક વખત તેમનું અપમાન પણ કરતો હતો. જેથી ઘનશ્યામભાઈએ નક્કી કરી કર્યું હતું કે, કોઈ પણ રીતે પરેશને નુકસાન પહોંચાડવું.
Ahmedabad-Vadodara Express Highway પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત, બેના મોત
દરમિયાનમાં પાંચેક મહિના પહેલા પરેશ પાસેથી કામ છે ઘનશ્યામે થોડા સમય માટે તેની એક્ટિવા લીધી હતી. આનો ફાયદો ઉઠાવી ઘનશ્યામે ડ્યુપ્લિકેટ ચાવી બનાવી હતી. ઘનશ્યામને ખબર હતી કે પરેશ બધું જોખમ પોતાની એક્ટિવાની ડીકીમાં મુકે છે. જેથી ઘનશ્યામ ચોરી કરવા માટે છેલ્લા કેટલાક મહિનાથી તેના પર વોચ હતો, આની તક ઘનશ્યામને સોમવારે મળી હતી, આરોપી ઘનશ્યામે અન્ય આરોપી રાહુલને કહ્યું કે, એક્ટિવાની બાજુમાં 5 મિનિટ ટેમ્પો મુકવાનો છે, જેના બદલામાં તેને 50 હજાર મળશે.
Gujarat ના આ ખાસ ઘઉં 7 દેશોમાં થાય છે Export, એકદમ ખાસ છે તેનો સ્વાદ અને ખેતીની રીત
રાહુલે આ કામ માટેનું કારણ જાણ્યું ન હતું, માત્ર 5 મિનિટના 50 હજાર મળશે તે વાતથી રાહુલ ખુશ હતો કારણ કે રાહુલની દીકરી બીમાર હોવાથી 10 દિવસ પહેલા જ તેના સારવાર માટે 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આમ રાહુલને રૂપિયાની જરૂરત હોવાથી તેણે કામ કરવાની હા પાડી હતી. મહત્વનું છે કે રાહુલ અને ઘનશ્યામ એક જ દુકાને માવા ખાતા હોવાથી ઓળખતા હતા. સીસી કેમેરામા ટેમ્પોમાંથી ઘનશ્યામ નીકળતા દેખાયો હતો. જેને આધારે એની ઘરપકડ કરી લેવામાં આવી હતી, અને બાદમાં રાહુલ પણ પકડાઈ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube