Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત જિલ્લાના માંગરોલનાં મોટા બોરસરા ગામમાં દુષ્કર્મની ઘટનાના આરોપીનું ફોરેન્સિક પીએમ પૂર્ણ થયું છે. આરોપી શિવશંકરના હૃદયમાં બે બ્લોકેજ હતા. હાલ પ્રાથમિક રિપોર્ટમાં આરોપીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનો સામે આવ્યું છે. એક મહિના બાદ પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત જિલ્લાના માંગરોલનાં મોટા બોરસરા ગામની સીમમાં ૧૭ વર્ષની તરૂણી ઉપર ત્રણ નરાધમોએ વારાફરતી દુષ્કર્મ કરવાના ચકચારી બનાવમાં પોલીસની ટીમે ગણતરીના સમયમાં બે આરોપી નરાધમો શિવશંકર ચોરસિયા અને મુન્ના પાસવાનને ઝડપી લીધા હતાં. બંનેની વલથાણ એલસીબી ચોકી ખાતે પૂછપરછ કરી નિવેદન લેતા હતાં તે સમયે શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયાને શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરતાં પોલીસ સરકારી ગાડીમાં કામરેજ સરકારી દવાખાને લઈ ગઈ હતી. જ્યાંથી વધુ સારવાર માટે ૧૦૮ માં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં સારવાર શરૂ કર્યા બાદ ફરજ પરના તબીબે શિવશંકર ચોરસિયાને મૃત જાહેર કર્યો હતો.


અમેરિકા પર ત્રાટક્યું આ વર્ષનું ત્રીજું હરિકેન વાવાઝોડું, 32 લાખ ઘરમાં વીજળી ગુલ, ચારેતરફ તબાહી


મૃતક આરોપીનું આજ રોજ સિવિલ હોસ્પિટલનાં પીએમ વિભાગનાં તબીબ ડૉ ચંદ્રેશ ટેલર ની અધ્યક્ષતામાં પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. આરોપી શિવશંકરના હૃદયમાં બે બ્લોકેજ હતા. મૃતક આરોપી શિવશંકરનું પેનલ પોસ્ટમોર્ટમ પૂર્ણ થયુ છે. એક મહિના પછી રિપોર્ટ આવશે. આરોપી શિવશંકરના હૃદયમાં બે બ્લોકેજ હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે. પ્રાથમિક અનુમાન કાર્ડિયાક અરેસ્ટ છે. જો કે સંપૂર્ણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ પોતાનું સાચુ કારણ બહાર આવશે.


ગુજરાતના આ માતાજીના મંદિરમાં બાધા પૂરી થવા પર ખાવો પડે છે કોરડાનો માર