સુરત :ડાયમંડ સિટી સુરતના સૌથી ધનાઢ્ય ગણેશ આ વર્ષે ઉજવણીના 50 વર્ષ પૂર્ણ કરે છે, ત્યારે આયોજકોએ આ ગણેશોત્સવમાં 8,750 ચોરસ ફૂટના વિશિષ્ટ રીતે બનાવેલા પંડાલમાં 108 ચાંદીની ગણેશની મૂર્તિઓ ઉમેરીને ઉત્સવમાં વધુ ચમક આપી છે. ગણેશજી પાસે 25 કિલો ચાંદીના આભૂષણો છે, જેમાં એક લાખ અમેરિકન ડાયમંડ જડવામાં આવ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતની દાળિયા શેરીના શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ, 25 કિલો ચાંદી અને સોનાના ઢોળવાળા હીરાના ઘરેણાં પહેરેલી ગણેશની મૂર્તિ માટે જાણીતી છે. દાળિયા શેરી - પરંપરાગત ડાયમંડ ટ્રેડિંગ હબ મહિધરપુરાની મધ્યમાં સ્થિત છે. તેથી હીરા કેન્દ્રને અનુરૂપ તહેવારનું આયોજન કરે છે. દર વર્ષે પંડાલમાં લગભગ 5 લાખ મુલાકાતીઓ આવે છે. આ વખતે 6 લાખથી વધુ મુલાકાતીઓની અપેક્ષા રાખે છે. કુલ 200 સ્વયંસેવકો પંડાલની સુરક્ષા અને સરળ કામગીરીનું સંચાલન કરી રહ્યાં છે. જેમાંથી 100 ચોવીસ કલાક હાજર રહે છે. 


આ પણ વાંચો : ગુજરાતમાં હાલ દરેક પાર્ટીનું એક જ ટાર્ગેટ ‘મિશન OBC’, રીતસરની હોડ લાગી   


ઝવેરાત અને હીરા જડેલી ચાંદીની મૂર્તિઓની વાસ્તવિક કિંમત જાણી શકાઈ નથી. કારણ કે મોટાભાગની કિંમતી વસ્તુઓ દાનમાં આપવામાં આવી છે. પરંતુ ઝવેરાત અને કીમતી વસ્તુઓની કિંમત લાખોમાં છે. મંડળના આયોજક ગૌરવ ઝરીવાળાએ જણાવે છે કે, ચાલુ વર્ષે શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ મહિધરપુરા દાળિયા શેરી મંડળ ના 50 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ગોલ્ડન જ્યુબીલી વર્ષ નિમિત્તે આ વર્ષે CCTV થી સજ્જ 350 x 25 ના ખૂબ જ ભવ્ય મંડપમાં શ્રી ગણેશજીનું સ્થાપન થઈ છે. શ્રી ગણેશજીની પ્રતિમાને અમે અંદાજિત 25 કિલો ચાંદી અને સોનાથી મઢેલા 1લાખ અમેરિકન-ઓસ્ટ્રેલિયન ડાયમંડના દાગીનાથી શણગાર કરવામાં આવ્યા છે. જેમાં મુગટ, બાજુબંધ, હાથ તથા પગમાં કવર તેમજ કેડે કંદોરો અને નવલખા હારથી શ્રી ગણેશજીનો શણગાર કરાયેલ છે.


આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં શું રંધાઈ રહ્યું છે, ચૂંટણીના એપીસેન્ટરમાં એકાએક રાષ્ટ્રીય નેતાઓનો જમાવડો


તેઓએ વધુમાં કહ્યું હતું કે, મુખ્ય આકર્ષણ રૂપે ચાલુ વર્ષે આખા મહોલ્લામાં શ્રી ગણેશજીની 108 પ્રતિમા સાથે 108 શ્રી ગણેશજીની ચાંદીની પ્રતિમાનું પણ પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. સાથે 2 ફૂટ અને 4 ફૂટની ચાંદીની પ્રતિમા સાથે પાન આકારની 1,50,000 ડાયમંડની મૂર્તિ અને 7 કિલો ચાંદીના મૂષક રાજ પણ વિશેષ આકર્ષણ છે. સાથો સાથ આ વર્ષે અથર્વશીર્ષ મહાયજ્ઞનું આયોજન પણ કરેલ છે, જેમાં 10 હજાર લાડુનો ભોગ ધરાવવામાં આવશે. જે યજ્ઞ સતત સાત દિવસ ચાલશે.