ફરી એકવાર સુરત ગેસ લીક ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું, પકડાયુ કેમિકલ ભરેલુ ટેન્કર
સુરત એ કેમિકલ કચરો ઠાલવવાનુ કેન્દ્ર બની રહ્યું છે. મહારાષ્ટ્રથી મોટાપાયે સુરતના નિર્જન વિસ્તારોમા કેમિકલ કચરો ઠાલવવાનું વધી રહ્યુ છે. આવામા જ થોડા મહિના પહેલા ગેસ લિકેજની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે ફરી એક વાર સુરતની કેમિકલ ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું છે. વસલાડ SOG એ સરીગામ આરતી ડ્રગ્સનું ગેરકાયદે લઈ જવાતું ટેન્કર ઝડપી પાડ્યુ છે. 3.38 લાખનું કેમિકલ ભરેલા ટેન્કર સાથે મહારાષ્ટ્ર બોઇસરના રહેવાસી 3 લોકોને ઝડપી પાડ્યા છે.
નિલેશ જોશી/વાપી :સુરત એ કેમિકલ કચરો ઠાલવવાનુ કેન્દ્ર બની રહ્યું છે. મહારાષ્ટ્રથી મોટાપાયે સુરતના નિર્જન વિસ્તારોમા કેમિકલ કચરો ઠાલવવાનું વધી રહ્યુ છે. આવામા જ થોડા મહિના પહેલા ગેસ લિકેજની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે ફરી એક વાર સુરતની કેમિકલ ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું છે. વસલાડ SOG એ સરીગામ આરતી ડ્રગ્સનું ગેરકાયદે લઈ જવાતું ટેન્કર ઝડપી પાડ્યુ છે. 3.38 લાખનું કેમિકલ ભરેલા ટેન્કર સાથે મહારાષ્ટ્ર બોઇસરના રહેવાસી 3 લોકોને ઝડપી પાડ્યા છે.
કોઈ પણ પ્રકારના કાગળો વગર 30 હજાર લિટર કેમિકલ બોઇસર વેચાણ માટે જતું હતું, જેની સામે સવાલો ઉઠ્યા છે. કંપનીમાંથી ટેન્કર ભરાવી આપનાર તાંબે નામનો કર્મચારીને વોન્ટેડ જાહેર કર્યો છે. જે હાલ ફરાર છે અને કંપનીમાંથી આ પ્રકારના કેમિકલ ટેન્કર ભરાવી બારોબાર લઇ જતો હતો. આ જ આરતી ડ્રગ્સ કંપની સપ્ટેમ્બર મહિનામાં આ જ પ્રકારનું સોલિડ વેસ્ટ ફેંકવા જતા GPCB દ્વારા પકડાઈ હતી. આ પ્રકારની પ્રવૃત્તિ કંપનીઓ દ્વારા થતા પર્યાવરણને નુકસાન અને સાથે માનવજાતને પણ નુકસાન કરતી હોય છે.
આ પણ વાંચો : તલાટીની નોકરી લેવા લાઈનો પડી, 3437 જગ્યા માટે લાખો ઉમેદવારોએ અરજી કરી
અગાઉ ગેસ લિકેજની ઘટનામાં 6 ના મોત થયા છે
સચિન GIDCમાં રાજકમલ ચોકડી પ્લોટ નંબર- 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરથી 8-10 મીટર દૂર જ તમામ મજૂરો સૂતા હતા. અચાનક જ ટેન્કરની ડ્રેનેજ પાઇપ લીક થતા ગેસ ફેલાયો હતો જેના કારણે સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર તેની અસર થઈ હતી. જેમાં 6 મજૂરોના મોત નિપજ્યા હતા અને 25 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ સુરતમાં બહારથી કેમિકલ કચરો ઠાલવવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો હતો. આ મામલે જીપીસીબી પણ એક્ટિવ થયુ છે.