કેમિકલ માફિયાઓના પાપની સજા મજૂરોને મળી, અંધારામાં દહેજથી આવ્યુ હતું કેમિકલ ભરેલું ટેન્કર
સુરતમાં ઝેરી કેમિકલ (chemical leak) ફેલાયાના ઘટનામાં 6 મજૂરોના મોત થયા છે. તો 22 જેટલા મજૂરોને ગૂંગળામણની અસર બાદ હાલ હોસ્પિટલના બિછાને છે. આવામાં સવાલ એ છે કે, આખરે કોના ભૂલની સજા આ મજૂરોને મળી છે. કેમિકલ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ ખાડીમાં ઠાલવવામાં આવી રહ્યુ હતું. કેમિકલ માફિયાઓના પાપને કારણે મજૂરોને મોત મળ્યુ.
તેજશ મોદી/મિતેશ માળી/સુરત :સુરતમાં ઝેરી કેમિકલ (chemical leak) ફેલાયાના ઘટનામાં 6 મજૂરોના મોત થયા છે. તો 22 જેટલા મજૂરોને ગૂંગળામણની અસર બાદ હાલ હોસ્પિટલના બિછાને છે. આવામાં સવાલ એ છે કે, આખરે કોના ભૂલની સજા આ મજૂરોને મળી છે. કેમિકલ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ ખાડીમાં ઠાલવવામાં આવી રહ્યુ હતું. કેમિકલ માફિયાઓના પાપને કારણે મજૂરોને મોત મળ્યુ.
આ ઘટના પર સરકારે સંવેદના વ્યક્ત કરી, પણ આખરે કેમિકલ માફિયા પર ક્યારે આકરા પગલા લેવાશે. ગુજરાતમાં અનેક સ્થળોએ કેમિકલ માફિયાઓ કેમિકલ ઠાલવીને જતા રહે છે. સુરતના કેમિકલ લિકેજની ઘટનાના તાર દહેજ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ઝેરી કેમિકલ ભરેલુ ટેન્કર દહેજથી આવ્યુ હતું. ઝેરી કેમિકલ અંકલેશ્વર, વડોદરા, દહેજ જેવા શહેરોથી સચિન જીઆઈડીસી પાસે કેમિકલ ઠાલવવામાં આવે છે. આવા સેંકડો ટેન્કર કેમિકલ અને કચરો ઠાલવીને જતા રહે છે.
આ પણ વાંચો : Big Breaking : ગુજરાતની સૌથી મોટી ઈવેન્ટ વાઈબ્રન્ટ સમિટ મોકૂફ, ફ્લાવર શો પણ રદ
ટેન્કર વડોદરા પાસિંગનું નીકળ્યું
સુરત સચિન ખાતે બનેલી દુર્ઘટનામાં જે ટેન્કરમાં ઝેરી કેમિકલ હતું તે વડોદરાનું નીકળ્યું છે. GJ 06 ZZ 6221 નંબર નું ટેન્કર વડોદરાના છાણી વિસ્તારનું હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ છે. આનંદ સાઉથ ટ્રાન્સપોર્ટ સર્વિસ, છાણી ખાતેનું ગાડીનું આરટીઓ રજિસ્ટ્રેશન છે. પરંતુ કંપનીના કર્મચારીઓ કહ્યું કે, અંકલેશ્વરના જીગ્નેશ તિવારીને આ ટેન્કર 3 માસ અગાઉ વેચાયું હતું. તે ટેન્કરની એનઓસી પણ લઈ ગયા હતા. પંરતુ ગાડીનું રજિસ્ટ્રેશન કેમ ટ્રાન્સફર નથી થયું તે તપાસનો વિષય છે.
સચિન GIDC પોલીસ સ્ટેશમાં મનુષ્ય વધ હેઠળ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. 304 120 B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેમિકલ માફિયા દ્વારા કેમિકલ ખાડીમાં ઠાલવવામાં આવતું હતું. જોકે, પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ કે, ટેન્કર વડોદરા પાર્સિંગનું છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના કરવામાં આવી છે.
સુરત ઝેરી કેમિકલ લીકની ઘટના પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે, સુરત ખાતે ગેસ લીક થવાથી ઘણા લોકોના દુર્ભાગ્યપૂર્ણ નિધન થયા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ ઘટનામાં જે લોકો બીમાર પડ્યા છે તેમના સ્વાસ્થ્યની કામના કરું છું. તો સીઆર પાટીલે કહ્યું, ઘટનાથી અત્યંત દુખ થયું.