Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને તેના મકાન માલિક અને અન્ય બે થી ત્રણ લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પીડિત યુવતી મુંબઈની રહેવાસી છે અને ઈવેન્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામના કામ માટે સુરત રહે છે. ભાડાના તકરારમાં ત્રણથી ચાર વ્યક્તિઓ મળીને યુવતીને ખરાબ રીતે મારતા જોવા મળે છે. હાલ પીડિત યુવતીએ સિવિલમાં સારવાર કરાવી છે અને ઉમરા પોલીસ મથકમાં મકાન માલીક સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરમાં ઘૂસીને મકાન માલિકે ભાડે રહેતી યુવતીને બેરહેમીથી માર માર્યો હતો. એટલું જ નહીં મકાન માલિકની સાથે અન્ય ત્રણથી ચાર લોકો યુવતીને બેરહેમીથી મારતા નજરે આવ્યા હતા. જેનો વીડિયો હૃદયદ્રાવક છે. એકલી યુવતીને ત્રણથી ચાર માણસો માર મારી રહ્યા છે. કારણ કે તેના મેનેજરે બે મહિનાનું ભાડું ચૂકવ્યું નથી. આથી યુવતીએ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી નોંધાવી છે. પીડિત યુવતી મૂળ મુંબઈની છે અને છેલ્લા એક વર્ષથી સુરત શહેરમાં અન્ય ત્રણ યુવતીઓ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી, જેનું ભાડું ઈવેન્ટ મેનેજમેન્ટના મેનેજર ચૂકવતા હતા.



યુવતીએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી ભાડું ચૂકવવાને કારણે મકાનમાલિક એટલો ગુસ્સે થયો કે તેણે ઘરમાં ઘુસીને ત્રણ છોકરીઓને મારવાનું શરૂ કર્યું. જેમાંથી અન્ય બે યુવતીઓ ડરીને ભાગી ગઈ હતી. પરંતુ તેઓએ એક યુવતીને ખરાબ રીતે માર મારવાનું શરૂ કરી તેના વાળ ખેંચી હાથ-પગ પર પણ માર માર્યા હતા. ત્રણથી ચાર જણાએ મકાન માલિક સહિત યુવતીને બેફામ માર માર્યો હતો. પીડિતાને હાથમાં ચપ્પુ લઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, જે વીડિયોમાં જોવા મળે છે.


લર્નિંગ લાયસન્સ કઢાવવાનો નિયમ બદલાયો : લાયસન્સ કઢાવવું હવે સરળ બનશે


108 એમ્બ્યુલન્સ દ્વારા પીડિત યુવતીને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. એટલું જ નહીં સમગ્ર મામલે યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પીડિત યુવતી સાથે રહેતી અન્ય બે યુવતીઓને મકાન માલિકે માર માર્યા બાદ ઘરેથી કાઢી મૂક્યા હતા. પોતાના સમાન સાથે તેઓ ઉમરા પોલીસ મથક પહોંચ્યા હતા.


 


નીતિન પટેલ બાદ ખાલી પડેલી ખુરશી આ નેતા સંભાળશે? છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી વાત