તેજશ મોદી/સુરત: શહેરની ડિયારા જૈન નામની 7 વર્ષની બાળકીએ હુલાહુપની સાથે માત્ર 0.5 સેકન્ડની સ્પીડથી 120 ડિજિટનું એડિશન કરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે હુલાહુપ મનોરંજન માટે જાણીતું છે, અને બાળકો રમત દરમ્યાન કે ડાન્સ માટે તેનો ઉપયોગ કરે છે. પરંતુ શહેરની માત્ર 7 વર્ષની ડિઆરા જૈને તેનો અનોખી રીતે ઉપયોગ કર્યો છે. તેણે હુલાહુપની સાથે તેણે સ્ક્રીન પર ડિસ્પ્લે થતા 120 સિંગલ ડિજિટનું એડિશન માત્ર 0.5 સેકન્ડની સ્પીડથી કરી બતાવ્યું છે. જેને લઈને તેણે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન હાંસલ કર્યું છે. 


આ અંગે ડિયારાના માતા પ્રીતિ જૈને કહ્યું કે, ડીયારા 5 વર્ષની ઉંમરથી હુલાહુપ કરે છે. એક વખત તે હુલાહુપ કરતા કરતા મેથ્સની ગણતરી કરી રહી હતી. જે જોઈને અમને વિચાર આવ્યો હતો અને પ્રેક્ટિસ કર્યા બાદ તેણે રેકોર્ડ બનાવ્યો છે. પિતા નીલેશ જૈને જણાવ્યું હતું કે, નાનપણથી ડીયારા ગણિત સારી રીતે કરે છે. ઓનલાઇન કલાસ હોવા છતાં તેણીએ આ રેકોર્ડ બનાવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube