ચેતન પટેલ/સુરત :હાલમાં શાળાઓમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે શાળાઓમાં વેકેશન છે. પરંતુ નગર પ્રાથમિક શાળા સંત ડોંગરેજી મહારાજના આચાર્ય નરેશ મહેતા 1000થી વધુ વિદ્યાર્થીઓને દરરોજ ઓનલાઈન ભગવદ્દ ગીતાના શ્લોક શીખવાડી રહ્યા છે. તેઓ વેકેશન માણ્યા વગર રોજ આ પ્રવૃત્તિ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આચાર્ય નરેશ મહેતા સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ભણાવે છે. પરંતુ હાલ ચાલી રહેલા ઉનાળાના વેકેશનમાં બાળકો ભગવદગીતાનું જ્ઞાન મેળવી શકે આ માટે ઓનલાઇન ક્લાસ પણ કરાવી રહ્યા છે. નિ:શુલ્ક ક્લાસમાં આશરે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ રોજ ભગવત ગીતાના શ્લોકનું પઠન પાઠન કરે છે. એક બાજુ રાજ્ય સરકાર દ્વારા ભગવદ્ ગીતાને વિદ્યાર્થીઓના ભણતરમાં સામેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આચાર્ય દરરોજ શાળાના વિદ્યાર્થીઓને ગીતા અંગે જાણકારી આપી રહ્યા છે અને દરેક વિદ્યાર્થીઓ ગીતાના શ્લોક અને અનુસરણ કરી શકે આ માટે સંસ્કૃત અને સામાન્ય ગુજરાતી ભાષામાં અનુવાદ કરી સમજાવી રહ્યા છે.


નરેશ મહેતા રોજે વિદ્યાર્થીઓને ઓનલાઈન ગીતાજીના શ્લોક સરળ શૈલીમાં શીખવે છે. ત્યારે આચાર્યના આ પ્રયત્નોને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા સંદેશ પત્ર પાઠવીને બિરદાવ્યા છે. નરેશ મહેતા દરરોજ એક કલાક સોશિયલ મીડિયાના માધ્યમથી લિંક ફોરવર્ડ કરી માઈક્રોસોફટ ટીમ એપના માધ્યમથી જ્ઞાન આપી રહ્યા છે. વાલીઓ પણ આચાર્યના આ અભિયાનથી ખૂબ જ પ્રભાવિત છે. માત્ર સુરત જ નહીં ગુજરાતના અનેક શહેરોથી વિદ્યાર્થીઓ તેમના આ ઓનલાઇન ક્લાસથી જોડાય છે.