ગ્રીષ્મા હત્યા કેસ: અનેક ઉદ્યોગપતિઓ પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા, સમાજે વિચારવાની જરૂર
શહેરના કામરેજના પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યાના પડઘા ન માત્ર તંત્ર પરંતુ સામાજિક બંધનો પર પણ પડી રહી છે. સમાજમાં પણ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આજે પાટીદાર સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ગ્રીષ્મા વેકરીયાના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા વેકરિયા પરિવાર સાથે મુલાકાત યોજવામાં આવી હતી. ગ્રીષ્માની જે રીતે હત્યા થઇ તેના કારણે સમગ્ર સમાજ શોકાતુર બન્યો છે. પાટીદાર સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓને પરિવારે કહ્યું હતું કે, ભલે અમારા પરિવારની દીકરી સાથે આવી કરૂણ ઘટના બની પરંતુ અન્ય દીકરીઓ સાથે ન બને તે માટે કાયદાકીય ઉપરાંત સામાજિક રીતે પણ કડક પગલા ભરવામાં આવે તે જરૂરી બન્યું છે.
સુરત : શહેરના કામરેજના પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યાના પડઘા ન માત્ર તંત્ર પરંતુ સામાજિક બંધનો પર પણ પડી રહી છે. સમાજમાં પણ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આજે પાટીદાર સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ગ્રીષ્મા વેકરીયાના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા વેકરિયા પરિવાર સાથે મુલાકાત યોજવામાં આવી હતી. ગ્રીષ્માની જે રીતે હત્યા થઇ તેના કારણે સમગ્ર સમાજ શોકાતુર બન્યો છે. પાટીદાર સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓને પરિવારે કહ્યું હતું કે, ભલે અમારા પરિવારની દીકરી સાથે આવી કરૂણ ઘટના બની પરંતુ અન્ય દીકરીઓ સાથે ન બને તે માટે કાયદાકીય ઉપરાંત સામાજિક રીતે પણ કડક પગલા ભરવામાં આવે તે જરૂરી બન્યું છે.
સમાજના અગ્રણીઓ સાથે ગ્રીષ્માના પરિવારની થયેલી વાતચીતમાં પરિવારે કહ્યું કે અમારી ગ્રીષ્મા સાથે જે ક્રુરતાભરી ઘટના બની છે. તે આપણા સમાજ નહીં પરંતુ કોઈ પણ સમાજની દીકરી સાથે આ પ્રકારની ઘટના ન બને તેના માટે આપણે સતર્ક થવાની જરૂર છે. સમાજે પણ તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. સમાજે એવા કાર્ય કરવા જોઇએ કે જેમાં આ પ્રકારના માનસિક્તા ધરાવતા યુવાનો પેદા જ ન થાય. આવી માનસિકતા વિકસે જ નહી. આવા યુવાનો સમાજ માટે ખતરારૂપ છે. આવી માનસિકતા તરફ યુવાનો ન જાય તેના માટે સમાજે ખૂબ વિચારવાની જરૂર છે. પાટીદાર સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ લવજી બાદશાહ, લાલજી પટેલ, મથુર સવાણી, કાનજી ભાલાળા સહિતના અગ્રણીઓ પહોંચ્યા હતા.
ઉદ્યોગપતિ લવજી બાદશાહે જણાવ્યું કે, ગ્રીષ્માની હત્યાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે સમગ્ર ગુજરાત હચમચી ચુક્યું છે. એક યુવાન આ પ્રકારની માનસિકતા સાથે કોઈ દીકરીના ઘરે પહોંચ્યા બાદ તેની ગળું કાપીને હત્યા કરી નાખે એ ક્યારેય સાખી શકાય નહી. સમાજ માટે પણ આ એક લાલબત્તી સમાન કિસ્સો છે. તમામ સામાજિક સંગઠનો હાલ તો દિગમુઢ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube