સુરત : પાસોદરા ખાતે એક યુવતીનું તેના જ પરિવારના લોકો સામે જાહેરમાં ગળુ કાપીને હત્યા કરી નાખવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યાં છે. તેવામાં ગ્રીષ્મા હત્યા કેસમાં હવે ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. ગ્રીષ્મા વેકરિયાનો હત્યારો ફેનિલ પહેલા આ જ યુવતી સાથે રિલેશનશિપમાં હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાં ભંગાણ: પેઢીઓથી કોંગ્રેસ સાથે જોડાયેલા સેંકડો કોંગ્રેસી કાર્યકરોનકેસરિયા


પોલીસ સુત્રોના અનુસાર ફેનિલ ગોયાણીએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે, તેની તથા ગ્રીષ્માની ઓળખાણ પવન કળથિયા નામના એક મિત્ર થકી થઇ હતી. શરૂઆતમાં પવન ફેનિલની બાઇક લઇને ગ્રીષ્માને મળવા માટે જતો હતો. જો કે ધીરે ધીરે ગ્રીષ્મા અને ફેનિલનો પરિચય વધ્યો હતો. ગ્રીષ્માએ મેસેજ કરતા બંન્ને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. આખરે બંન્ને મળવા પણ લાગ્યા હતા. બંન્ને અવાર નવાર મળતા જ રહેતા હતા. 


Grishma Murder Case: માતા પિતાનું નામ રોશન કરવાના સપના રહી ગયા અધૂરા...ગ્રીષ્માની આ તસવીરો જોઈને ચોધાર આંસુએ રડી પડશો


જો કે 22 ડિસેમ્બરે ગ્રીષ્માનો જન્મ દિવસ હતો ત્યારે બંન્ને આર.વી કોલેજ નજીક મળ્યા હતા અને ત્યાંથી બંન્ને સાથે ફરવા પણ ગયા હતા. જો કે ગ્રીષ્માનો ફોન તુટી જતા તે રિપેરિંગ માટે આપ્યો હતો. ગ્રીષ્માએ નવો મોબાઇલ ખરીદી લીધો હતો. જો કે જુનો ફોન રિપેર થયો તે તેના મામાના હાથમાં આવતા તેમાં ગ્રીષ્મા અને ફેનિલના ફોટા હોવાથી બંન્નેના પ્રેમ સંબંધની ઘરે જાણ થઇ હતી. જેથી પરિવાર દ્વારા ફેનિલને છોડી દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. 


ફાયર NOC મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી આપ્યો મોટો આદેશ, AMC એ કાર્યવાહી હાથ ધરતા 15 શાળાની ઓફિસ સીલ


જેથી ગ્રીષ્માએ ફેનિલને ફોન કે મેસેજ નહી કરવા જણાવ્યું હતું અને તે કહે ત્યારે જ ફોન મેસેજ કરવા જણાવ્યું હતું. તેમ છતા પણ ગ્રીષ્માના મામાએ ફેનિલને અમરોલી JZ કોલેજ ખાતે મળવા બોલાવ્યો હતો. જ્યાં ગ્રીષ્માના મામા-કાકાએ ફેનિલને ધમકાવ્યો હતો. ગ્રીષ્માને છોડી દેવા જણાવ્યું હતું. ત્યાર બાદ ફેનિલના ઘરે જઇને ફેનિલ તથા તેના માં-બાપને પણ માર માર્યો હતો. ફેનિલનો મોબાઇલ ઝુંટવી લઇને ફોટા તથા મેસેજ ડિલિટ કરાવી દીધા હતા. જો કે માં બાપને માર પડતા ફેનિલને લાગી આવ્યું હતું અને તેણે બદલો લેવાનો નિર્ધાર કર્યો હતો. ત્યાર બાદ સમગ્ર ઘટનાક્રમ બન્યો હોવાનું તેણે પોતાનાં નિવેદનમાં નોંધાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube