Gujarati News ચેતન પટેલ/સુરત : પરંપરાગત ઢોલ વાદનમાં આમ તો આજ દિન સુધી મહારાષ્ટ્રના યુવાનો દમ બતાવતા નજરે આવે છે. પરંતુ આ પરંપરાગત ઢોલ વાદનનું જતન કરવાં માટે હવે સુરતના શિક્ષિત યુવાઓ આગળ આવ્યા છે. ગણેશ ઉત્સવના ત્રણ મહિના પહેલાથી જ સુરતના એન્જિનિયર, વકીલ, શિક્ષકો સહિત અન્ય ક્ષેત્રના યુવાનો પરંપરાગત ઢોલ વાદન માટે પ્રેક્ટિસ કરતા નજર આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યાં એક તરફ હાલ આજના યુવાનો નાઈટ પાર્ટીસ અને સોશિયલ મીડિયામાં રીલ બનાવવામાં વ્યસ્ત હોય છે ત્યારે સુરતના શિક્ષિત યુવાનો હાલ પરંપરાગત ઢોલ વાદનને જીવિત રાખવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. વર્ષ 2018 માં સુરતના એન્જિનિયર કૃણાલ ગાવડે દ્વારા કલેશ્વરનાથ ઢોલ પથક શરૂઆત કરવામાં આવી હતી અને આજે આ ગ્રુપમાં 120 પણ વધુ શિક્ષિત યુવક યુવતીઓ જોડાયા છે. આ ગ્રુપ બનાવવા પાછળનું મુખ્ય કારણ પરંપરાગત ઢોલ વાદનને મહારાષ્ટ્ર સિવાય ગુજરાત અને ખાસ કરીને સુરતમાં જીવંત રાખવાનો પ્રયાસ છે. 


કુરિવાજો દૂર કરવા ઠાકોર સમાજ આગળ આવ્યો, આટલા રિવાજો પર આજથી મૂક્યો પ્રતિબંધ


શનિવાર, રવિવાર જ્યારે શહેરના યુવાનો વિકેન્ડની મસ્તીમાં હોય છે, ત્યારે આ ગ્રુપના યુવાનો ૧૪ કિલોનું ઢોલ લઈ પ્રેક્ટિસ કરતા નજરે આવે છે. જે રીતે મહારાષ્ટ્રમાં ઢોલ પંથક લોકોને આકર્ષિત કરે છે તે જ રીતે સુરતમાં આ ઢોલ પંથક આકર્ષણનું કેન્દ્ર છે. આ ઢોલ વાદન શિખાડવા માટે મુંબઈ અને પૂણેથી ટ્રેનર પણ આવે છે. 


આ ગ્રુપમાં મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે. ગણેશ ઉત્સવ દરમ્યાન તેઓ 14 કિલોનું ઢોલ સતત વગાડીને તેઓ એક થી બે કિલોમીટર સુધી ચાલતા પણ હોય છે. આ પંથક માત્ર ઢોલ પરંપરાને જીવિત રાખવા માટે કાર્યરત છે. જો કોઈ ચાર્જ પણ આપે તો તેને ચેરીટીમાં તેઓ વાપરતા હોય છે. કલેશ્વરનાથ ઢોલ પથક આ ગ્રુપનું નામ છે તેમની પોતાની ત્રણ બ્રાંચ છે. જેમાંથી એક બ્રાન્ચ મુંબઈ અને બીજી પુનામાં છે. ત્રીજી વર્ષ 2018 માં સુરતમાં સ્થાપવામાં આવી છે. ગ્રુપમાં 120 સભ્યો છે 20 થી 25 જેટલી યુવતીઓ છે. 


ચિંતા કરાવતી અંબાલાલ પટેલની આગાહી : 30 વર્ષમાં પહેલીવાર આવું કંગાળ ચોમાસું આવ્યું


આ ગ્રુપમાં એન્જિનિયર પણ જોડાયેલા છે. સાથે ઉચ્ચ શિક્ષણ ડિગ્રી ધરાવનાર યુવક અને યુવતીઓ છે. તમામ વર્ગના અને જાતિ-ધર્મના લોકો આ ગ્રુપ સાથે જોડાયેલા છે. ગ્રુપમાં 14 વર્ષથી લઈને 35 વર્ષના સભ્યો છે. ગ્રુપમાં તો મોટાભાગે ગ્રેજ્યુએટ છે. તેમ અનેક લોકો આઈટી એન્જિનિયર છે, તો કોઈ એડવોકેટ છે, કોઈ નૃત્યાંગના છે, તો અન્ય અલગ અલગ ફિલ્ડમાં સંકળાયેલા છે. 


આ વિશે કુણાલ ગાવડે કહે છે કે, આ ઢોલ માટે અમે ટ્રેનિંગ લીધી છે. વધુમાં અહીં ઢોલ શીખવાડવા મુંબઈ અને પૂને થી ટ્રેનર આવે છે. ગણેશ ઉત્સવના બે થી ત્રણ મહિના પહેલા જ પ્રેક્ટિસ શરૂ કરી દેતા હોઈ છે. અહી દરરોજ છ કલાક પ્રેક્ટિસ થતી હોય છે. આ પારંપરિક ઢોલ છે. હાલ યુવક યુવતીઓ વેસ્ટર્ન કલ્ચરથી વધારે પ્રભાવિત થાય છે અને ખાસ કરીને જ્યારે વિકેન્ડ હોય તેમને નાઈટ લાઈફ જોઈએ. ત્યારે આ ગ્રુપ શનિવાર રવિવાર ફરવા મુકવા કરતા આ પરંપરાગત ઢોલ વગાડવામાં સમય આપે છે, આ સંસ્થા રજીસ્ટર છે. તેમજ અહીં કોઈપણ સભ્ય પાસે ફી લેવામાં આવતી નથી.


ગુજરાતીઓને વતન નહિ વિદેશ ગમે છે, જુલાઈ મહિનામાં આટલા લાખ લોકો વિદેશ ગયા