સુરતઃ શહેરમાં ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. હજીરા વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે પતિ-પત્નીને અડફેટે લેતા બંન્નેના ઘટનાસ્થળે મોત થયા હતા. પોલીસને આ ઘટનાની માહિતી મળતા ઈચ્છાપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"189474","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


સુરતનો હજીરા વિસ્તાર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી અહીં ટેન્કર તથા ટ્રકની અવર-જવર વધુ રહે છે. ત્યારે એક પૂરપાટ દોડી રહેલા ટેન્કરે મોપેડ પત જતા દંપતીને અડફેટે લીધા હતા. આ ઘટનામાં મોપેડ પર સવાર દંપતીનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ ઘટના બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. અકસ્માત બાદ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટેન્કર ચાલકને ઝડપવાની કાર્યવાહી શરૂ કરી છે.