ચેતન પટેલ, સુરત: ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વહેલી સવારે સરદાર માર્કેટમાં દરોડા પાડી 30 કિલો કાર્બાઇડનો જથ્થો નાશ કર્યો હતો અને 350થી વધુ અખાર્ધ કેરીના જથ્થાનો નાશ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ધોળકામાં એક સાથે 11 LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, મોટી જાનહાની ટળી


ઉનાળાની સિઝન આવતાની સાથે જ કેરીના રસીયાઓ કેરીની ખરીદી કરતા હોય છે. જો કે, સિઝનની શરૂઆતમાં કેરીને પકવતા એક અઠવાડીયા જેટલો સમય જતો હયો છે. પરંતુ વેપારીઓ દ્વારા કેરી વહેલી પકવવા માટે જાતજાતના અખતરાઓ અજમાવતા હોય છે. વેપારીઓ દ્વારા કાર્બાઇડથી કેરી પકવવામાં આવતી હોય છે. આ કેરી લોકોના  સ્વાસ્થ માટે ખુબજ હાનિકારક હોય છે. ત્યારે આજે વહેલી સવારથી જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સરદાર માર્કેટના જુદા જુદા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા.


વધુમાં વાંચો: મેદાનમાં મહારથી: લોકસભા ચૂંટણીને લઇ રાજ્યમાં કઇ બેઠક પર કોની વચ્ચે ટક્કર


અંદાજિત 20 જેટલા ફૂડ ઇન્સપેક્ટરો આ દરોડામાં જોડાયા હતા. ટીમો દ્વારા 25 જેટલા વેપારીઓને ત્યાં દરોડા પાડી 30 કિલોથી વધુ કાર્બાઇડનો જથ્થો કબ્જે કર્યો હતો. આ ઉપરાંત 350 કિલોથી વધુ અખાર્ધ કેરીનો જથ્થો મળી આવ્યો હતો. કેરીનો અખાર્ધ જથ્થો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નાશ કરી દેવાયો હતો કે જેથી કોઇ ફરીવાર તેનો ઉપયોગ ન કરી શકે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...