ચેતન પટેલ, સુરત: નવરાત્રી (Navratri) ને લઈને શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સરથાણા (Sarthana) ખાતે આવેલા સેલિબ્રેશન હોમ્સમાં વિરોધ સ્વરૂપે અનોખી રીતે ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં રહીશોએ તપેલી અને હેલ્મેટ પહેરી ગરબા રમ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર (Government) દ્વારા શેરી ગરબાની છૂટછાટ અપાયા બાદ સોસાયટી (Society) રેસીડેન્સી અને મહોલ્લાઓમાં લોકો અવનવી રીતે ગરબા અને દોઢિયાના સ્ટેપ કરતા હોય છે . ત્યારે સરથાણાના સેલિબ્રેશન હોમ્સના રહીશોએ ગરબાની સાથે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. રહીશો માથા પર તપેલી અને હેલ્મેટ (Helmet) પહેરી ગરબે ઘુમતા જોવા મળ્યા હતા. જેમાં બાળકો અને વૃદ્ધો પણ બાકાત ન હતા.

400થી વધુ લોકો ભેગા થતાં પોલીસે ગરબાના રંગમાં ભંગ પાડ્યો, આયોજકની ધરપકડ


સાથે જ ત્યાં બહારના મહેમાનોને વિનંતી અને જાણ રૂપે બેનર પણ લગાવવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે ત્યાં સભ્યો અને બિલ્ડર વચ્ચે સોસાયટી બાબતે તકરાર ચાલે છે. જેથી તે સોસાયટીમાં ફ્લેટ લેતા પહેલા પ્રમુખ તેમજ અન્ય સભ્યોનું સલાહ સૂચન લેવું. સાથે જ બેનરમાં એમ પણ લખવામાં આવ્યું છે કે બાલ્કનીના એલિવેશનથી કાચ અચાનક નીચે પડે છે. જેથી લોકોને બિલ્ડીંગથી દસ ફૂટ દૂર ચાલવા કહીએ છીએ. અમને તમારી ચિંતા છે પરંતુ બિલ્ડરને અમારી ચિંતા નથી. જેથી બિલ્ડર દ્વારા ગેરરીતિ આચરતા રહીશો એ આમ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube