Surat: હેમાલી બોઘાવાલા સુરતના નવા મેયર, દિનેશ જોધાણી ડે.મેયર
સુરતના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલાની વરણી થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની પસંદગી થઈ છે.
ઝી મીડિયા બ્યૂરો, અમદાવાદ: સુરતના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલાની વરણી થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની પસંદગી થઈ છે.
મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂત અને સુરત મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલની પસંદગી થઈ છે.
અત્રે જણાવવાનું કે મેયરની રેસમાં હેમાલી બોઘાવાલા સહિત દર્શીની કોઠીયા, ઉર્વશી પટેલના નામ રેસમાં હતા. જેમાંથી હેમાલી બોઘાવાલાની નવા મેયર તરીકે વરણી થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube