ભરૂચ : શહેરના વાલિયા-નેત્રંગ રોડ પર આવેલા એક પેટ્રોલપંપ પર લુખ્ખાગીરીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પેટ્રોલ ભરાવવા મુદ્દે કર્મચારી સાથે બોલાચાલી થયા બાદ છ વ્યક્તિઓએ કર્મચારીઓને લાકડાના સપાટાથી ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ લુખ્ખાગીરીના દ્રશ્યોને પગલે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે. વાલિયા-નેત્રંગ રોડ પર જલારામ પેટ્રોલપંપ આવેલો છે. અહીં વિજય વિક્ટર વસાવા અને મિત્ર પટેલ નામનો એક વ્યક્તિ રાત્રે ફરજ બજાવતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના કોર્પોરેટરે યાત્રા યોજવા માટે લોકોને દારૂ અને પેટ્રોલની ઓફસ કરી? જાણો વાયરલ ચેટનું સત્ય અને તથ્ય


એક સમયે એક એક્ટિવા ચાલક પેટ્રોલ ભરાવવા માટે આવ્યો હતો. જ્યાં તેણે પહેલા 150 રૂપિયા અને ત્યાર બાદ 130 રૂપિયાનું પેટ્રોલ ભરવાનું કહેતા વિજય વસાવાએ રકમ નક્કી કરતા કહ્યું કે, એક્ટિવા ચાલક ઉશ્કેરાઇ ગયો હતો. પંપ પર રહેલા વિજય અને મિત્ર સાથે મારામારી કરી હતી અને તે નાસી છુટ્યો હતો. એક્ટિવા ચાલક બોલાચાલી અને ઝપાઝપી બાદ ઘટના સ્થળેથી જતો રહ્યો હતો. જો કે રાત્રે 12 વાગ્યે બંન્ને આરામ કરી રહ્યાહતા ત્યારે 6 શખ્સોને લઇને તે આવ્યો હતો. 


પાટણમાં પદ્મશ્રી માલજી દેસાઇની રજતતુલા કરવામાં આવી, સોના-ચાંદીની રકમનો ખાસ ઉપયોગ થશે


જો કે 6 લોકોને જોઇને વિજયે કેબિનમાં સંતાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે લાકડાના સપાટા સાથે આવી ગયેલા લોકો કેબિનમાં ઘુસ્યા હતા. વિજય પર તુટી પડ્યાં હતા. પેટ્રોલ પંપ પર સીસીટીવીમાં અસામાજિક તત્વોને આતંક જોવા મળ્યો હતો. આ દ્રશ્યો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. આખા પેટ્રોલ પંપને બાનમાં લઇને આતંક મચાવનારા અસામાજિક તત્વો સામે હાલ તો પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આ લોકોની ઓળખ કરીને ધરપકડ માટેના ચક્રોગતિમાન કર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube