બારડોલી : કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે. બારડોલીમાં આવી જ એક ઘટના બની હતી. જેમાં બારડોલીમાં એક કાર ચાલક ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યો હતો. જ્યારે તેની ગાડી પર હજારો કિલોનો ટ્રક પડતા ગાડીનો છુંદો થઇ ગયો હતો. જો કે ડ્રાઇવરનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો. ગાડીની તસ્વીરો જોતા કોઇ પણ પ્રકારે વ્યક્તિનો જીવ બચવો અશક્ય લાગે પરંતુ તે વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SURAT: શહેરી વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી નાગરિકોમાં ફફડાટ, VIDEO થયો VIRAL


બારડોલીના ધૂલિયા ચાર રસ્તા પર આજે સવારે એક ટ્રક ઓવરલોડિંગના કારણે અચાનક પલટી મારી ગયો હતો. જેના કારણે તે ટ્રકને ઓવરટેક કરી રહેલી અલ્ટો ગાડી પર આખો ટ્રક પટકાયો તો. આ કાર ચાલકને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે ગાડીને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી તો તે વ્યક્તિ જીવીત હતો. ઘાયલ થયેલા ગાડી ચાલકને તત્કાલ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જો કે ક્રેન ચાલકથી માંડીને પોલીસ સુધી તમામ લોકો આશ્ચર્યચકિત છે કે આવી દુર્ઘટનામાં ચાલક બચી ગયો તે તેનું ભાગ્ય જ છે. 


Viral Audio: મારે એક દિવસ માટે CM બનવું છે, Nayak ફિલ્મ જેવું કામ કરીશ, જાણો Dy.CM નીતિન પટેલે શું જવાબ આપ્યો?


પોલીસનું કહેવું છે કે આ ચમત્કાર જ છે નહી તો અલ્ટો જેવી ગાડી અને તેમાં પણ જે પ્રકારનો અકસ્માત છે તેમાં આ ગાડીમાં બેઠેલા કોઇ પણ વ્યક્તિનું બચવું શક્ય નથી. કારણ કે ટ્રકનું વજન પણ સેંકડો ટન હતું આ ઉપરાંત તેમાં ગજા બહારનો માલ પણ ભરેલો હતો. જો કે ચાલકે યમરાજને પણ હાથ તાળી આપી દીધી છે. આ ઘટનાને કારણે આશ્ચર્ય ફેલાયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube