સુરત : શહેરમાં મહિલા પીએસઆઇની આત્મહત્યાની શાહી હજી સુકાઇ પણ નથી જ્યાં વધારે એક આપઘાતની ઘટના સામે આવી છે. 20 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સુરતમાં અડાજણ વિસ્તારમાં બી.કોમનાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ અગમ્ય કારણોથી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને યુવતી પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અડાજણ વિસ્તારની આહુરા સોસાયટીમા રહેતી યુવતીએ આપઘાત કર્યો હતો. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આત્મહત્યા કરતનાર વિદ્યાર્થીની B.COM ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને તેનું નામ વિશ્વા પટેલ હતું. તેની પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. 

વિશ્વા પટેલ પાસેથી મળી આવેલી નોટમાં તેણે લખ્યું હતું કે, I DONT KNOW WHY, હું મારી મરજીથી આપઘાત કરી રહી છું. કોઇ પરેશાન કરતા નહી. વિશ્વા વેસુમાં આવેલી ડીઆરબી કોલેજ ખાતે બીકોમના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. હાલ તો પોલીસે તેનો મોબાઇલ FSL માં તપાસ માટે મોકલી આપ્યો છે. 

વિશ્વાના પરિવારની પુછપરછમાં સામે આવ્યું કે, તેની એક વખત સગાઇ થઇ હતી. જો કે તે તુટી ગયા બાદ તે બેચેન રહેતી હતી. જેથી સગાઇ તુટી જવાના કારણે માનસિક હતાશામાં તેણે અંતિમ પગલું ભર્યું હોય તેવી શક્યતા છે. જો કે સંપુર્ણ સત્ય તો પોલીસ તપાસ પુર્ણ થયા બાદ જ બહાર આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube