સુરત : IDFC બેંકના સેલ્સ ઓફિસરે ગળેફાંસો ખાઇને આપઘાત (surat Suicide) કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા યુવકે પ્રેમિકાની સગાઇ થઇ જતા આખરી પગલું ભરી લીધું હતું. પોતાની પ્રેમિકાની સગાઇ થઇ રહી હોવાનું સહી નહી શકવાનાં કારણે તેણે આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે. સુરત જહાંગીરપુરા આશિષ રો હાઉસમાં રહેતો પવન પટેલ IDFC બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે એક વર્ષથી નોકરી કરતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: રાજ્યમાં આજે એક પણ મોત નહિ, કોરોનાના 258 નવા કેસ


ગત્તરોજ યુવકે સીલીંગ સાથે દોરી બાંધીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. પરિવાર પર તો જાણે આભ ફાટી પડ્યું હતું. યુવક ગઇકાલે બપોરે જ નોકરી પરથી પરત આવી ગયો હતો. જો કે સાંજ સુધી દરવાજો નહી ખુલતા પાડોશીઓએ દરવાજો ખખડાવ્યો હતો. જો કે દરવાજો નહી ખુલતા તેમણે બારીમાંથી અંદર નજર કરી તો યુવક સીલીંગ સાથે તેનો દેહ લટકી રહ્યો હતો. જેથી તત્કાલ પાડોશીઓએ બુમાબુમ કરવા લાગી હતી. બારીમાંથી અંદર પ્રવેશીને દરવાજો ખોલી પવનના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. 


સરકારી ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનું અનાજ બારોબાર સગેવગે થઇ ગયું, તપાસમાં થયો ઘટસ્ફોટ


યુવકના પરિવારમાં એક મોટી બહેન છે જેના લગ્ન થઇ ચુક્યા છે. માતા જેની સાથે યુવક રહેતો હતો તે પોસ્ટ વિભાગમાં આસિસ્ટન્ટ ઓફિસર તરીકે કામ કરતો હતો. પવન પરિવારનો એકનો એક દીકરો હતો. જેના કારણે પટેલ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ જહાંગીરપુરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મુદ્દે આગળની તપાસ હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube