Surat: દીકરાનું મોઢું જુએ તે પહેલા જ 9માં માળેથી પટકાતાં 30 વર્ષીય યુવકનું મોત, ઘટના જાણીને રોઈ પડશો!
સુરતના પાલ વિસ્તારમાં રહેતો 30 વર્ષીય મુસફિક આલમ પાલ વિસ્તારમાં આવેલી યુનિવર્સલ બિલ્ડીંગમાં કામ કરી રહ્યો હતો તે વેળાએ તે અકસ્માતે 9માં માળેથી નીચે પટકાયો હતો. ૯માં માળેથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ થઇ હતી.
ચેતન પટેલ/સુરત: સુરત દીકરાનું મોઢું જુએ તે પહેલા જ ૯માં માળેથી પટકાતાં 30 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે પાલ વિસ્તારમાં ૯માં માળેથી પટકાતા એક ૩૦ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક યુવકની પત્ની ગર્ભવતી છે અને ૫ દિવસ બાદ જ તેણીની પહેલી ડીલવરી હોવાનું જાણવા મળ્યું હતું. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકા થઇ ગયો હતો.
9 માર્ચે PM મોદી આવશે ગુજરાતના પ્રવાસે, અ'વાદમાં નિહાળશે ક્રિકેટ મેચ, જાણો કાર્યક્રમ
સુરતના પાલ વિસ્તારમાં રહેતો 30 વર્ષીય મુસફિક આલમ પાલ વિસ્તારમાં આવેલી યુનિવર્સલ બિલ્ડીંગમાં કામ કરી રહ્યો હતો તે વેળાએ તે અકસ્માતે 9માં માળેથી નીચે પટકાયો હતો. ૯માં માળેથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ થઇ હતી. બીજી તરફ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
ગુજરાતમાં પ્રથમવાર ઘઉંની સાથે આ ઉનાળુ પાકોની થશે ખરીદી, સરકારે આ કારણે લીધો નિર્ણય
વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવક મૂળ બિહારનો વતની હતો અને સુરતમાં તે ફ્રેબીક્સનું કામ કરતો હતો. આ ઉપરાંત 1 વર્ષ અગાઉ જ તેના લગ્ન થયા હતા તેની પત્ની હાલ ગર્ભવતી છે અને 5 દિવસ બાદ જ તેણીને પ્રથમ ડીલવરી હોવાનું જાણવા મળ્યું છે. અચાનક જ યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. દીકરાનું મોઢું જુએ તે પહેલા જ પિતાનું મોત થયું હોવાનો દુઃખદ બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માત્ર પિતાએ પુત્રને ઠપકો આપ્યો તો કપાતરે એવું દર્દનાક મોત આપ્યું કે જાણી થથરી જશો!