તેજસ મોદી/સુરત: શહેર મિસિંગ સેલ ક્રાઇમ બ્રાન્ચના વેસુના એક સ્પામાં ચાલતા કૂટણખાના પર દરોડા પાડતા ભાગદોડ મચી ગઇ હતી. વેસુના આર-વન સ્પામાં AHTU ટીમે રેડ પાડી હતી. જેમાં થાઈલેન્ડની 6 યુવતીઓની અટકાયત કરાઈ છે અને સંચાલક અને 3 ગ્રાહકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં માહિતી મળી હતી કે થાઈલેન્ડની યુવતીઓ ટુરિસ્ટ વિઝા પર સુરત આવી કામ કરતી હતી. અને તેમની પાસે ગંદુ કામ કરાવવામાં આવતું હતું. પોલીસે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 ગ્રાહક અને સંચાલકની અટકાયત
આ અંગે મળતી માહિતી પ્રમાણે, વેસુ વિસ્તારમાં સોમેશ્વર સર્કલ નજીક એક કોમ્પલેક્ષમાં આર-વન સ્પામાં મસાજના નામે થાઈલેન્ડની યુવતીઓ પાસે દેહ વેપારનો ગોરખધંધો ચલાવતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સુરત શહેર મિસિંગ સેલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન, અને કોન્ડમ સહિત કુલ 1.40 લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ 6 થાઈલેન્ડની યુવતીઓ, 3 ગ્રાહક અને એક મેનેજરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.



યુવતીઓને પરત મોકલવાની કાર્યવાહી શરૂ
પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં જાણવા મળ્યું હતું કે સ્પા સેન્ટરમાં કામ કરતી થાઈલેન્ડની યુવતીઓને ટુરિસ્ટ વિઝા પર ભારત લાવીને તેમની પાસે કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. હાલ પોલીસ તમામ યુવતીઓને તેમના દેશમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.



પકડાયેલાના નામો
પ્રવિણ માનસીંગ મછાર(22)(રહે,વેસુ ) (સ્પાનો સંચાલક) , 
સુરેશ લાલજી ભાલીયા(35)(રહે,હેત્વી હાઇટ્સ,મોટાવરાછા)(ગ્રાહક)
જોજેા થોમસ કન્નપીલ્લી(35)(રહે,સંતોષ સોસા,અલથાણ)(ગ્રાહક)
શોભી અબ્રામ પંચીકોઇલ(38)(રહે,શીવર ટાવર પાસે,પાંડેસરા) (ગ્રાહક) 
દિપક રવજી પટેલ(સ્પાનો માલિક)
નમાઈ ઉર્ફે સ્માઇલી ચીમખોનબુરી (વિદેશી યુવતીઓની સપ્લાયર)



વોન્ટેડ જાહેર
સ્પાના માલીક દિપકકુમાર ઉર્ફે નિમિતભાઈ રવજીભાઈ પટેલ
વિદેશી મહિલા મોકલનાર નમાઇ ઉર્ફે સ્માઇલી ચીમખોનબુરી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube