પ્રશાંત ઢીવરે/સુરત: હાલ સોશિયલ મીડિયા પર રીંગ વાળી બાઈકનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ બાઈક જોઈને લોકો ખૂબ જ આકર્ષિત થઈ રહ્યા છે. અને પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. જ્યારે ZEE 24 કલાકની ટીમ આ રીંગ વાળી બાઇક બનાવનાર સુધી પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Modi Surname માનહાનિ કેસમાં રાહુલને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત,સજા પર લગાવ્યો સ્ટે


આ છે 65 વર્ષીય ગેરેજનું કામ કરતા નટુભાઈ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલ આદર્શ પછાત વર્ગ સોસાયટીમાં રહેતા છે. રીંગ વાળી બાઇક નટુભાઈ જાતે બનાવી છે. નટુભાઈ છેલ્લા 40 વર્ષથી ગેરેજના કામ સાથે સંકળાયેલા છે. તેઓને અચાનક એક વિચાર આવ્યો કે એ કઈ યુનિક બાઇક બનાવીએ જેનાથી લોકો આકર્ષિત થાય તો પછી શું નટુભાઈએ એક રીંગ વાળી બેટરી થી ચાલતી બાઈક બનાવી કાઢી.


AMC નો કિલર બમ્પનો આઈડિયા ફેલ જતા હવે વાહનચાલકો ભોગ બનશે, ફટકારશે મોટો દંડ


નટુભાઈ આ બાઈક લઈને જ્યારે રોડ પર નીકળતા હોય છે ત્યારે લોકો બાઈક જોવા માટે ઊભા થઈ જાય છે. અને અનેક વાહન ચાલકો નટુભાઈ ના રિંગ વાળી બાઇક પાસેથી પસાર થતા હોય છે, ત્યારે પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે.


ફરી સંસદમાં દેખાશે રાહુલ ગાંધી! માનહાનિ કેસમાં સુપ્રીમે શું કહ્યું? શું હતો મામલો? 


નટુભાઈ એ જણાવ્યું હતું કે તેવો 17 વર્ષના ત્યારે એક હોલીવુડ મુવી જોઈ હતી. તેમાં આવી રીતના બાઈક નો ઉપયોગ થતો હતો. જેથી તેમને ધાર્યું કે આવી જ રીતના આકર્ષિત વીડિયો બનાવીએ. નટુભાઈએ ચાર મહિનામાં ઈલેક્ટ્રીક બેટરીથી ચાલતી રીંગ વાળી બાઇક બનાવી કાઢી. આ બાઈકની વિશેષતા છે કે 30 કિલોમીટર ચાલી શકે તેવી બેટરી લગાવવામાં આવી છે. આ બાઇકની 30ની એવરેજ છે.2 કલાકમાં 7 રૂપિયામાં બેટરી ચાર્જિંગ થઈ જાય છે.


Eye Flu: જો તમને કે પરિવારમાં કોઈને પણ આવી હોય આંખ તો તુરંત અજમાવો આ ઘરેલુ નુસખા


હાલ તો આ રીંગ વાળી બાઇક ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લોકો આ બાઈકને સોશિયલ મીડિયામાં જોઈને ખૂબ જ આકર્ષિત થઈ રહ્યા છે. રોડ પર ચાલતી રિંગ બાઈક જોઈને લોકો પોતાના મોબાઈલમાં વિડીયો કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે.