ઝી બ્યુરો/સુરત: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે, ત્યારે સુરતમાં ગત મોડીરાત્રે (ગુરુવાર) ઈકો કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શહેરના નવાગામ ડીંડોલી બ્રિજ પર થયેલા અકસ્માતમાં કારે બાઈક સવારને અડફેટે લીધા હતા. જેના કારણે બાઈક સવાર બે મિત્રોમાંથી એકનું ગુપ્તાંગ અકસ્માતમાં કપાઈ જવાના કારણે તેનું દર્દનાક મોત થયું છે. આ હિટ એન્ડ રનના અકસ્માતમાં બાઈક સવાર યુવાનના હાથની આંગળીઓમાં ફ્રેક્ટર સહિત નાની મોટી ઈજાઓ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ગુરુવારે મોડી સાંજે બાઈક પર રાજા અને પવન નામના બન્ને યુવકો નવાગામથી ઉધના જઈ રહ્યા હતા. ત્યારે નવાગામ બ્રિજ પર સામેથી આવતી ઇકો કારે બાઈકને અડફેટે લીધું હતું. જેના કારણે બાઈક હવામાં ફંગોળાઈ ગયું હતું. આ અકસ્માતમાં રાજા નામનો યુવાન બ્રિજ પર બાઈક સાથે ઘસડાયો હતો, આ દુર્ઘટનામાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. રાજાની વિધવા માતા અને બહેનનો એકનો એક આર્થિક સહારો હતો. ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતા. 


મહત્વનું છે કે આ ઘટનામાં બચી ગયેલા પવન સુરેશ મરાઠે (ઉ.વ.26 (રહે. જમના પાર્ક નવાગામ)એ જણાવ્યું હતું કે, નવાગામ બ્રિજ પર સર્પાકાર રીતે ચાલતી ઈકો કાર સામેથી આવી રહી હતી. અમે તે જોઈને બાઈક સાઈડમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં કારે અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માત બાદ મેં તાત્કાલિક બનેવીને ફોન કરી અકસ્માતની જાણ કરતા મદદ મળી હતી.  જોકે મારા મિત્ર રાજાનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું. હું સિલાઈ મશીન રિપેરીંગનું કામ કરૂં છું. મારો એક મોટો ભાઈ માતા-પિતા અને બહેન છે. 


તેણે વધુમાં જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં ભોગ બનનાર રાજા કડીયા કામ કરી પરિવારનું પેટ ભરતો હતો. રાજાના પરિવારને હજી જાણ કરાઈ નથી, હાલ મિત્રો જ રાજાના દુઃખદ મોત વિશે જાણે છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું ઈજાગ્રસ્તે જણાવ્યું હતું. છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube