CCTVમાં કેદ થઈ ઘોર બેદરકારી! સુરતમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરે પાર્કિંગ કરતી વખતે મહિલાને કચડી
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા જ્યોતિ બિઝનેશ સેન્ટર પાસે મહાનગર પાલિકાની એમ્બ્યુલન્સ આવી હતી. ડ્રાઇવર દ્વારા એમ્બ્યુલન્સને રિવર્સ લઈને પાર્ક કરવામાં આવી રહી હતી.
ચેતન પટેલ/સુરત: સરથાણા વિસ્તારમાં મહાનગર પાલિકાની એમ્બ્યુલન્સના ડ્રાઇવરની ગંભીર બેદરકારી સામે આવી છે. ડ્રાઇવર દ્વારા એમ્બ્યુલન્સ પાર્ક કરતા સમયે મહિલાને કચડી નાખી હતી. આ ઘટનામાં મહિલાનો બચાવ થયો છે. જોકે આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
અંબાલાલ પટેલની વધુ એક ભયાનક આગાહી! ઓગસ્ટમાં આ વિસ્તારોમાં વરસાદ ગાભા કાઢી નાંખશે!
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા જ્યોતિ બિઝનેશ સેન્ટર પાસે મહાનગર પાલિકાની એમ્બ્યુલન્સ આવી હતી. ડ્રાઇવર દ્વારા એમ્બ્યુલન્સને રિવર્સ લઈને પાર્ક કરવામાં આવી રહી હતી. દરમિયાન પાછળ એક મહિલા ફોન પર વાત કરી રહી હતી. જેના પર ડ્રાઈવરે ધ્યાન પણ આપ્યું ન હતું અને રિવર્સમાં આવવા દીધી હતી.
હિરણ નદીના પ્રચંડ પ્રવાહમાં મકાનો પત્તાની જેમ તૂટ્યા, લોકો માંડ જીવ બચાવીને નીકળ્યા
સીસીટીવી પ્રમાણે, રીવર્સમાં લેતાં સમયે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે મહિલાને અડફેટે લીધી હતી. જેથી મહિલા જમીન પર પડી ગઈ હતી. ત્યારબાદ મહિલા એમ્બ્યુલન્સના પાછળના ટાયર નીચે કચડાઇ ગઇ હતી. જાણ થતાં જ એમ્બ્યુલન્સના ડ્રાઇવર એમ્બ્યુલન્સ ઊભી રાખી દીધી હતી. મહિલાના ખભાના ભાગે ઇજા પહોંચી હતી. પાલિકાની એમ્બ્યુલન્સની ગંભીર બેદરકારીથી એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે.
સીમા હૈદર-સચિન મીણાની લવ સ્ટોરીનો The End,પરત મોકલાશે પાકિસ્તાન! જાણો દરેક વિગત
આ આખી ઘટનામાં મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે. મહિલાને હાલ તો ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી છે. જ્યારે હોસ્પિટલ દ્વારા સરથાણા પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માનો કે ન માનો 10 રૂપિયાનો સિક્કો દૂર કરશે ડેંડ્રફ, મોંઘીદાટ પ્રોડક્ટનો થશે મોહભંગ