પ્રશાંત ઢીવરે/સુરત: શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સીમાડા ખાતે રસ્તામાં શ્વાન વચ્ચે આવી જતા રીક્ષા પલટી મારી છે. રિક્ષામાં એક પરિવારના 4 લોકો સવાર હતા. એકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડયા છે. પરિવાર હોસ્પિટલ માંથી પિતાની સારવાર કરી ઘરે આવી રહ્યા હતા. શ્વાન વચ્ચે આવી જતા રીક્ષા પલટી થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રખડતો શ્વાન વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે.નાના બાળકોથી ઉમર લાયક લોકો પર શ્વાનના હુમલો વધી રહ્યા છે. ત્યારે હવે તો રોડ પર વાહન ચાલકો પણ સુરક્ષીત નથી. શહેરના સીમાડા નાકા ખાતે એક પરિવાર રિક્ષામાં પસાર થઈ રહ્યું હતું. અચાનક રખડતો શ્વાન વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. શ્વાન વચ્ચે આવી જવાથી રીક્ષા પલટી મારી હતી. રિક્ષામાં 4 લોકો હતા. જેમાં ભાવના નામની મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર હાલમાં હોસ્પિલટમાં ખસેડાયા હતા


હૃદયમાં બીમારી હોવાના કારણે પરિવાર રિક્ષામાં ગયા હતો
સુરતના ગોડાદરા ખાતે આવેલ દવરકેશ નગરમાં રહેતા જયેશભાઈને હૃદયમાં બીમારી હોવાના કારણે તો તેમની પરિવાર સાથે ઘરની જ રિક્ષામાં સારવાર અર્થ ભરૂચ ખાતે હોસ્પિલટમાં ગયા હતા. હોસ્પિલટમાં સારવાર લીધા બાદ તો ફરી રિક્ષામાં બેસી ઘરે આવવા માટે નીકળ્યા હતા. તેમનો પુત્ર હર્ષ જાધવ રીક્ષા ચલાવી રહ્યો હતો. દરમિયાન સુરત શહેરના સીમાડા નાકા પાસે અચાનક રીક્ષાની સામે શ્વાન આવી ગયું હતું. જેથી રિક્ષાએ પલટી મારી હતી.ઘટનાએ લઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. રીક્ષામાંથી ચારે લોકોને બહાર કાઢ્યા હતા. ઘટનામાં જયેશભાઈની પત્ની ભાવના જાધવ ને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયેશ ભાઈ અને તેમનો પુત્ર દિવ્યશને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. 


રસ્તાઓ પર વાહન ચાલકો પણ સુરક્ષિત નથી
મહત્વની વાતએ છે કે શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રાખડત શ્વાનનો આતંક જોવા મળી રહે છે.નાના બાળકો માંડી ઉમર લાયક લોકો શ્વાનના હુમલાનો શિકાર બની રહ્યા છે. અત્યારે સુધીમાં શ્વાનના હુમલો માં નાના બાળકો સહિત યુવકના મોત પણ નિપજ્યા છે.ત્યારે રોડ રસ્તાઓ પર વાહન ચાલકો પણ સુરક્ષિત નથી. શહેરના અનેક વિસ્તારોમાં રાત્રી દરમિયાન શ્વાનો ઝૂંડ જોવા મળતો હોય છે. કોઈ રાહદારી કે વાહન ચાલકો પર થાય તેમના પર હુમલો પણ કરતા હોય છે.ત્યારે રખડતા શ્વાનના કારણે રીક્ષા પલટી મારી જતા એક પરિવાર 4 લોકોને અકસ્માત નડયો છે.