ચેતન પટેલ/સુરત: સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ફરી એકવાર વાલીઓ સાવધાન થઈ જજો કારણ કે તમારું બાળક પણ આવું કારસ્તાન તો કરતું નથીને. આજકાલ ઘાતક વેબ સિરિઝથી તમારા બાળક પર કેટલી હદ સુધી અસર થાય છે તે સુરતના આ કિસ્સાથી ખબર પડે છે. જેના કારણે અશ્લિલ અને ઘાતક વેબસિરીઝથી તમારા બાળકને બચાવો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખતરનાક વેબસિરિઝ તમારા બાળકોને ખલનાયક બનાવી દેશે. સુરતના કિસ્સાથી તમામ વાલીઓને સાવધાન રહેવાની જરૂર છે. થ્રીલર અને અશ્લીલ વેબ સિરિઝ તમારા બાળકનું જીવન બરબાદ કરી શકે છે. સુરતના પાંડેસરામાં એક સગીરને તમંચા સાથે પાંડેસરા પોલીસે દબોચ્યો હતો. શાળા છોડી વેબસિરીઝના રવાડે ચઢી જઈ બે મહિના પહેલા ઉત્તર પ્રદેશથી તમંચો લઈ આવ્યો હોવાનું જણાવ્યું હતું.


સુરતમાં સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવતા ખળભળાટ  મચી જવા પામ્યો છે. વેબસિરીઝ જોઈને તમંચો લઈ નીકળેલો તરૂણ આખરે પોલીસના હાથે ઝડપાયો છે. મૂળ ઉત્તરપ્રદેશના 14 વર્ષીય તરુણને પોલીસે ઝડપી પાડ્યો છે. આ તરૂણનો પ્લાન વેબસિરીઝ જોઈને લોકોમાં ધાક બેસાડવાનો હતો. જેના કારણે તેને ઉત્તરપ્રદેશના તેના મિત્ર પાસેથી તમંચો ખરીદ્યો હતો. પરંતુ પાંડેસરા પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


જાણો શું બન્યો હતો સમગ્ર કિસ્સો?
પાંડેસરા પોલીસે બાતમીના આધારે ભેસ્તાન સિદ્ધાર્થનગર ગાર્ડન પાસેથી ગુરુવારે બપોરે એક સગીરને આંતર્યો હતો. વડોદગામ વિસ્તારમાં રહેતો 14 વર્ષીય સગીર છેલ્લા કેટલાંક દિવસથી તમંચો લઈને ફરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. કેટલીક વખત આ સગીર તમંચો લઈને ફરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. 


કેટલીક વખત આ સગીર તમંચો તેની કમરમાં સંતાડીને શેખી મારતો હતો. અંગઝડતી દરમિયાન આ સગીરની કમરના ભાગેથી તમંચો મળી આવતાં તેને ડિટેઈન કર્યો હતો. આ તમંચો તે બે મહિના પહેલાં વતન ઉત્તર પ્રદેશથી રાજા નામની વ્યક્તિ પાસેથી ખરીદી લાવ્યો હતો.


છઠ્ઠા ધોરણ સુધી ભણેલો આ સગીર કોરોના બાદ અભ્યાસ છોડી મોબાઈલ ફોનમાં ક્રાઈમ વેબસિરીઝના રવાડે ચઢી પોતાની પાસે પણ એક તમંચો હોવો જોઈએ તેવી ભ્રમણામાં આ સગીર તમંચો રાખીને ફરતો થઈ ગયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube